kareena book name issue

kareena book name issue: કરીનાની પ્રેગ્નેન્સી બુકના નામથી ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડ બેબોથી નારાજ- વાંચો શું છે મામલો?

kareena book name issue: પોતાના બીજા પુત્ર જેહની પ્રેગનન્સી બાદ  કરીનાએ આ પુસ્તક લખ્યુ હતુ અને તેને પ્રેગનન્સી બાઈબલ નામ આપ્યુ છે, જેની પર ખ્રિસ્તી સમુદાય વિરોધ કરી રહ્યો છે

બોલિવુડ ડેસ્ક, 15 જુલાઇઃ kareena book name issue: કરીના કપૂર ખાને થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નેન્સીના અનુભવો શેર કરતી બુક લોન્ચ કરી હતી. જેની જાણકારી તેણે પોતે જ પોતાના ઇનસ્ટાગ્રામ પેજ પર આપી હતી. પોતાના બીજા પુત્ર જેહની પ્રેગનન્સી બાદ  કરીનાએ આ પુસ્તક લખ્યુ હતુ અને તેને પ્રેગનન્સી બાઈબલ નામ આપ્યુ છે. જોકે હવે આ નામને લઈને જ હવે ખ્રિસ્તી સમુદાયમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઓલ ઈન્ડિયા માઈનોરિટી બોર્ડ દ્વારા આ નામ સામે વાંધો ઉઠાવીને એક્ટ્રેસ સામે ફરિયાદ કરવાની યોજના બનાવાઈ રહી છે.બોર્ડના અધ્યક્ષ ડાયમંડ યુસુફનુ કહેવુ છે કે, પુસ્તકના પ્રેગનન્સી બાઈબલ નામ સામે વાંધો છે.

બીજી તરફ કાનપુરમાં પણ એક બેઠક યોજવામાં આવી હતી.જેમાં સંખ્યાબંધ લોકો સામેલ થયા હતા.તેમાં કરીના કપૂરના પુસ્તકના નામને વખોડી કાઢવામાં આવ્યુ હતુ અને નિર્ણય લેવાયો હતો કે, આ મામલામાં કેસ કરવામાં આવશે.આ પહેલા કાનૂની સલાહ પણ લેવામાં આવશે.

આ વિવાદ પર કરીના કપૂર તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી.પોતાની પ્રેગનન્સીના અનુભવો પર કરીનાએ આ બૂક લખી છે.કરીના કપૂરનુ કહેવુ હતુ કે, આ બૂક મારા દિલની બહુ નજીક છે.કારણકે મેં તેમાં મારા પ્રેગનન્સી દરમિયાનના શારીરિક અને ભાવનાત્મક અનુભવોને શેર કર્યા છે.મારા માટે આ બૂક મારા ત્રીજા સંતાન જેવી છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Patanjali turnover: પતંજલિ ગ્રૂપનુ ટર્નઓવર આટલા કરોડ પર પહોંચ્યુ, હવે રામદેવ બાબા લાવશે IPO- વાંચો સંપૂર્ણ વિગત