delhi stones pelted at Police team

Delhi Police stoned: દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; મહિલાઓએ કર્યો હોબાળો

નવી દિલ્હી, 18 એપ્રિલ: Delhi Police stoned: રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસાના બે દિવસ બાદ આજે ફરી બબાલ થઈ છે. દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલી હિંસાના આરોપીને પકડવા ગયેલી દિલ્હી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ઘાયલ થયા હતા. જોકે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને પથ્થરબાજની અટકાયત કરી લીધી હતી.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, શનિવારની અથડામણ મામલે પોલીસ એક મહિલાને પૂછપરછ માટે લેવા ગઈ હતી. આ દરમિયાન દિલ્હીના જહાંગીરપુરીમાં આ વિસ્તારની લગભગ 50 મહિલાઓએ વિરોધ પ્રદર્શન અને પથ્થરમારો (Delhi Police stoned) શરૂ કર્યો હતો. પોલીસે જે મહિલાની અટકાયત કરી છે તે આરોપી સોનુની પત્ની હોવાનું કહેવાય છે, જેણે શનિવારે થયેલી અથડામણ દરમિયાન કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આજે (સોમવારે) મહિલાને પોલીસ પૂછપરછ માટે લઈ ગયા બાદ પોલીસની ટીમ પર અલગ અલગ મકાનોની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિ સરઘસ પર પથ્થરમારો થયો હતો. પોલીસે આ કેસમાં 23 આરોપીની ધરપકડ કરી છે.  આ કેસની તપાસ અત્યાર સુધી દિલ્હી પોલીસ કરી રહી હતી પરંતુ હવે આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 

આ પણ વાંચો..Vedaant wins gold medal: આર માધવનના દિકરા વેદાંતે સિલ્વર બાદ ગોલ્ડ મેડલ જીત્યુ, એક્ટર સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી

Gujarati banner 01