lal singh chaddha trailer

lal singh chaddha trailer: આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રીલિઝ, ઘણા લોકોએ પ્રસંશા કરી તો અમુકે નિંદા- જુઓ ટ્રેલર

lal singh chaddha trailer: ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના સિવાય મોના સિંહ અને નાગા ચૈતન્યએ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

મનોરંજન ડેસ્ક, 30 મેઃ lal singh chaddha trailer: બોલિવૂડના પરફેક્શનિસ્ટ આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર રવિવારે સાંજે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના ટ્રેલરને IPL 2022ના ફિનાલે દરમિયાન રિલીઝ કરવામાં આવ્યું છે. આમિર ખાને પાતે આ ફિલ્મને નેશનલ ટેલિવિઝન પર લોન્ચ કરી હતી.

‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર સામે આવતા આમિર ખાનના ચાહકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ ફિલ્મનું ટ્રેલર જોતા અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે અનેક લોકોને ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર ખૂદ પસંદ આવી રહ્યું છે તો અનેક લોકો ટ્રેલરની નિંદા કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ 5 members of a family drowned: નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મૃતદેહો મળ્યા

આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ટ્રેલર જોઈને લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. આ ટ્રેલર જોઈને ઘણા લોકોએ બ્લોકબસ્ટર કહી રહ્યા છે તો એક યુઝર્સે કહ્યું હતું કે, આ ફિલ્મ કરોડો રૂપિયાની કમાણી કરશે. લોકોએ જણાવ્યું હતું કે,’લાલ સિંહ ચઢ્ઢા’ સુપર હિટ થશે. સાથે જ ફિલ્મનું ટ્રેલર જોતા અનેક લોકોએ તેની નિંદા પણ કરી છે. 

લાલ સિંહ ચઢ્ઢાનું નિર્દેશન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું છે. લાલ સિંહ ચઢ્ઢામાં આમિર અને કરીના સિવાય મોના સિંહ અને નાગા ચૈતન્યએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આમિર ખાનની આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 

આ પણ વાંચોઃ About post office scheme:પોસ્ટ ઓફિસની આ યોજનામાં થાય છે પૈસાનો વરસાદ! જાણો કેટલો થાય છે નફો

Gujarati banner 01