a658eed6dac63f1247dee68b453367b0 original

Ink attack on Rakesh tikait: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક, ટિકૈત પર શાહી ફેંકવામાં આવી-જુઓ થયેલો વાયરલો ફોટો

Ink attack on Rakesh tikait: રાકેશ ટિકૈતના સમર્થકોએ હુમલો કરનાર અને શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો

નવી દિલ્હી, 30 મેઃ Ink attack on Rakesh tikait: કર્ણાટકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે. સોમવારે બેંગ્લોરમાં રાકેશ ટિકૈત પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. પહેલા ટિકૈત પર માઈકથી હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા વ્યક્તિએ તેમના પર શાહી ફેંકી હતી. ટિકૈત પર હુમલો કરનારા લોકો સ્થાનિક ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થક હતા. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ હુમલો કરનાર અને શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો હતો. 

શાહી સ્થાનિક ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થકોએ ફેંકી હતી. હકીકતમાં સ્થાનિક મીડિયાએ હાલમાં જ ચંદ્રશેખરને લઈને સ્ટિંગ કર્યું હતું. આ વીડિયોમાં કે ચંદ્રશેખરે બસ સ્ટ્રાઈકના બદલે પૈસાની માંગ કરી હતી. આટલું જ નહીં તેમણે રાકેશ ટિકૈત અને અન્ય કિસાન નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

content image 482f2024 4d55 4b1d 8534 bc3a0cfd3a61

આ પણ વાંચોઃ lal singh chaddha trailer: આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું ટ્રેલર રીલિઝ, ઘણા લોકોએ પ્રસંશા કરી તો અમુકે નિંદા- જુઓ ટ્રેલર

જ્યારે બેંગલુરુમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતને કે ચંદ્રશેખર વિશે સવાલ પૂછવામાં આવ્યો તેમણે કહ્યું કે, તેમને ચંદ્રશેખર સાથે કોઈ લેવા દેવા નથી. રાકેશ ટિકૈતે કહ્યું કે, ચંદ્રશેખર ફ્રોડ છે. ત્યારબાદ અચાનક જ ચંદ્રશેખરના સમર્થકોમાંથી એક એ રાકેશ ટિકૈત પર શાહી ફેંકી હતી. 

તેનાથી રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં હાજર સમર્થકો ભડકી ગયા હતા. તેમણે શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો હતો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષોમાં ખૂબ જ મારપીટ થઈ હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ખૂબ જ હંગામો અને સૂત્રોચ્ચાર પણ થયા હતા. બીજી તરફ રાકેશ ટિકૈતે કર્ણાટક પોલીસ પર સવાલ ઉઠાવ્યા હતા. 

આ પણ વાંચોઃ 5 members of a family drowned: નર્મદાના માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા, 3 લોકોના મૃતદેહો મળ્યા

Gujarati banner 01