Raj babita 600x337 1

Moonmoon Dutta erupted:મુનમુન દત્તા રાજ અનાદકટ સાથેની અફેરની ચર્ચા પર ભડકી, સોશિયલ મીડિયા પર કહી આ મોટી વાત- વાંચો વિગત

Moonmoon Dutta erupted: હું ૧૩ વરસથી આ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરું છું. પરંતુ લોકોને મારી ઇજ્જતના ચિથરા ઉડાવતા ૧૩ મીનિટ પણ લાગી નથી.- મુનમુન દત્તા

ટેલિવુડ ડેસ્ક, 13 સપ્ટેમ્બરઃ Moonmoon Dutta erupted: ટેલિવિઝનનો કોમેડી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો મુનમુન દત્તા અને રાજ અનાદકટ પ્રેમમાં હોવાની ચર્ચા તાજેતરમાં ચગી હતી. જોકે મુનમુન પોતાના વિશે થતી આવી ચર્ચાથી નારાજ થઇ છે. 

મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તેણે લખ્યું છે , મને તમારા પાસેથી ઘણી સારી આશાઓ હતી. પરંતુ તમે સોશિયલ મીડિયા પર મારા વિશે ગંદકી ફેલાવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, સમાજમાં હીન વિચારધરાવતા લોકોનો સમૂહ મોટો છે. પોતાનું મનોરંજન કરવા માટે મહિલાઓને સતત તેની વય અને સંબંધને લઇને નીચાપણું દેખાડવામાં આવતું હોય છે. લોકોની માનસિકતા એટલી હદે નીચે ઉતરી ગઇ છે કે પોતાના મનોરંજન ખાતર અન્ય કોઇ વ્યક્તિની માનસિકતાને હાની પહોંચાડવા સુધી જાય છે. 

તેણે વધુમાં જણાવ્યું હતું કે, મારા વિશે આવી વાત ફેલાવનારાઓએ સમજવું જોઇએ કે હું મારા વિશેની આવી વાતથી ડિપ્રેશનમાં સરી જાઉં તેવી સ્થિતિમાં આવી ગઇ છું. હું ૧૩ વરસથી આ શો દ્વારા દર્શકોનું મનોરંજન કરું છું. પરંતુ લોકોને મારી ઇજ્જતના ચિથરા ઉડાવતા ૧૩ મીનિટ પણ લાગી નથી.

આ પણ વાંચોઃ CM start work: સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી- વાંચો શું લીધા નિર્ણય

ભવિષ્યમાં આવી અફવા ફેલાવતા પહેલા જેના વિશે આવી ગંદી વાતો ફેલાવામાં આવે છે તેનો પણ વિચાર કરશો. તમારા શહ્દો કોઇ વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર ન કરે તે વિચારશો. આજે મને સ્વયંને ભારતની પુત્રી કહેતા શરમ આવે છે.

Whatsapp Join Banner Guj