CM start work

CM start work: સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી- વાંચો શું લીધા નિર્ણય

CM start work: ભૂપેન્દ્ર ભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડા થી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃCM start work: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે આજે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ સૌ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ ને કારણે સર્જાયેલી પરિસ્થિતિ ની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગર ના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકો ને એન ડી આર એફ ની મદદ થી સ્થળાંતર કરવા ની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.


તેમણે રાજકોટ માં ભારે વરસાદ ને કારણે આજી 2 ડેમ ની જળાશય ની સ્થિતિ અંગે વિગતો મેળવી નીચાણ વાળા વિસ્તારો ના લોકો ને સલામત સ્થળે સત્વરે ખસેડવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર ને તાકીદ કરી હતી. રાજકોટ માં 1155 લોકો જે આજી ના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી.

આ પણ વાંચોઃ Oscar Fernandes Dies: પૂર્વ કેન્દ્રીય મંત્રી ઓસ્કર ફર્નાંડિઝનું નિધન, મેંગ્લુરુની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ- રાહુલ ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ

ભૂપેન્દ્ર ભાઈ પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડા થી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરી ને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી. મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્ય મંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રી ના ઓ એસ ડી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.

Whatsapp Join Banner Guj