NCB surch opretion

NCB surch opretion: આર્યન ખાનની ચેટથી અનન્યાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું, અભિનેત્રીને સમન, NCB શાહરુખના ઘરે પહોંચી

NCB surch opretion: કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન આજે જ આર્થર રોડ જેલમાં પુરાયેલા પોતાના દીકરા આર્યન ખાનને મળવા ગયો હતો

બોલિવુડ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ NCB surch opretion: એનસીબીના અધિકારીઓ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે પહોંચી ગયા છે. આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી એનસીબી મન્નત બંગલોમાં જઈને તલાશી લેશે તેવી અટકળો થઈ રહી હતી. ત્યારે હવે એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તલાશી લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. કિંગ ખાન તરીકે ઓળખાતો શાહરૂખ ખાન આજે જ આર્થર રોડ જેલમાં પુરાયેલા પોતાના દીકરા આર્યન ખાનને મળવા ગયો હતો. 

એનસીબીની ટીમ શાહરૂખ ખાન ઉપરાંત અનન્યા પાંડેના ઘરે પણ પહોંચી ગઈ છે. આર્યન ખાનની ચેટથી અનન્યાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં એનસીબીના અધિકારીઓએ અનન્યાને સમન પાઠવ્યા છે અને પુછપરછ માટે પોતાના કાર્યાલય બોલાવી છે. અનન્યાને ગુરૂવારે બપોરે 2:00 કલાકે એનસીબી સામે હાજર થવા કહેવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ Uttarakhand: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 53 લોકોના મોત- ઉ. પ્ર., ઉ. બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ આર્યનની ચેટમાં નવોદિત અભિનેત્રીનું નામ સામે હોવાની ચર્ચા હતી. પરંતુ તે સમયે અભિનેત્રીનું નામ જાહેર થયું ન હતું. જો કે હવે એનસીબી આર્યન ખાનના ફોનમાંથી મળેલી ચેટ દ્વારા અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી છે.

Whatsapp Join Banner Guj