uttarakhand rains

Uttarakhand: ઉત્તરાખંડમાં અત્યાર સુધી 53 લોકોના મોત- ઉ. પ્ર., ઉ. બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ

Uttarakhand: ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ સ્થિતિની સમીક્ષા માટે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ Uttarakhand: ઉત્તરાખંડમાં વરસાદ આધારિત ઘટનાઓને કારણે મૃત્યુ પામેલા વધુ છ લોકોના મૃતદેહો મળી આવતા કુલ મૃત્યુઆંક વધીને ૫૩ થઇ ગયો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, સિક્કિમ અને ઉત્તર બંગાળમાં પણ ભોરે વરસાદ પડયો હતો. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવાને કારણે નેશનલ હાઇવે નં. ૧૦ બંધ કરી દેવામાં આવ્યો હતો.

બીજી તરફ ઉત્તર પ્રદેશના બરેલી અને પિલીભિત જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયા છે. ઉત્તરાખંડના નૈનીતાલમાં સૌથી વધુ ૨૮ લોકોનાં મોત થયા છે.  ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ સ્થિતિની સમીક્ષા માટે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉત્તરાખંડની મુલાકાત લે તેવી શક્યતા છે. 

આ પણ વાંચોઃ Covid vaccine: આજે સ્વર્ણિમ ઈતિહાસ રચશે ભારત! 100 કરોડ વેક્સિન ડોઝનો આંકડો થશે પાર- મુખ્યમંત્રીએ આરોગ્ય સેવા કર્મીઓને આપી શુભેચ્છા

જો કે ઉત્તરાખંડમાં બુધવારે હવામાન સામાન્ય થઇ જતાં રાહત અને બચાવ કામગીરી કરતા જવાનોને તેમના કાર્યમાં સરળતા રહેશે. ઉત્તરાખંડમાં વરસાદ આધારિત ઘટનાઓમાં ૧૭ ઘાયલ થયા છે તથા ટ્રેકિંગ ટીમના ૧૧ સભ્યો સહિત કુલ ૧૬ લોકો લાપતા છે. 

રાજ્યના કુમાઓન વિસ્તારમાં ૪૬ મકાનોને નુકસાન થયાનો અંદાજ છે. હવામાનમાં સુધારો થતાં કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીમાં શ્રદ્ધાળુઓને કેટલીક શરતોને આધીન આગળ વધવાની મંજૂરી આપવામાં આવી છે.

Whatsapp Join Banner Guj