MP indian aircraft crashes

MP indian aircraft crashes: ભિંડ ખાતે ક્રેશ થયું વાયુસેનાનું વિમાન, જમીનમાં ધસી ગયું પ્લેન, પાયલોટ સુરક્ષિત

MP indian aircraft crashes: વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું

નવી દિલ્હી, 21 ઓક્ટોબરઃ MP indian aircraft crashes: મધ્ય પ્રદેશના ભિંડ ખાતે ગુરૂવારે એરફોર્સનું એક વિમાન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન ભિંડના મન કા બાગ વિસ્તારમાં ક્રેશ થયું હોવાનું માનવામાં આવે છે. આ વિમાન જમીનની અંદર ધસી ગયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં પાયલોટ લેફ્ટિનેન્ટ અભિલાષ સુરક્ષિત છે. 

એરફોર્સના અહેવાલ પ્રમાણે વાયુસેનાના મિરાજ 2000 વિમાને ગુરૂવારે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં ઉડાન ભરી હતી. ત્યાર બાદ વિમાનમાં ટેક્નિકલ ખરાબી જણાતા પાયલોટ સુરક્ષિત બહાર આવી ગયો હતો. આ વિમાન ભિંડ ખાતે ક્રેશ થયું હતું. 

દુર્ઘટનાનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું પરંતુ એરફોર્સે દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપી દીધા છે. જાણવા મળ્યા મુજબ વિમાનમાં માત્ર એક જ પાયલોટ હતો અને તે પોતાની જાતને ઈજેક્ટ કરવામાં સફળ રહ્યો હતો. 

આ પણ વાંચોઃ NCB surch opretion: આર્યન ખાનની ચેટથી અનન્યાના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું, અભિનેત્રીને સમન, NCB શાહરુખના ઘરે પહોંચી

Whatsapp Join Banner Guj