Nushrat Bharucha

Nusrat Bharucha trapped in Israel: યુદ્ધ વચ્ચે ભારતને આંચકો, આ અભિનેત્રી ઈઝરાયલમાં ફસાઈ

Nusrat Bharucha trapped in Israel: બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ હોવાની માહિતી મળી રહી

મનોરંજન ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Nusrat Bharucha trapped in Israel: ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ સંગઠન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ભારતીય સિનેમા જગત માટે એક આંચકાજનક અહેવાલ સામે આવ્યા છે. હકીકતમાં, બોલીવુડ અભિનેત્રી નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ હોવાની માહિતી મળી રહી છે. તેમની ટીમના એક સભ્યએ આ વાતની પુષ્ટિ કરી. 

મીડિયા સાથે માહિતી શેર કરતાં તેમની ટીમના એક સભ્યએ જણાવ્યું કે, નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ છે. તે હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી હતી. તેમની ટીમ દ્વારા અપાયેલા મેસેજ અનુસાર છેલ્લી વાર જ્યારે તેમનો સંપર્ક કરાયો ત્યારે તે એક બેઝમેન્ટમાં હતી અને સુરક્ષિત હતી. 

ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વકર્યો 

અત્યાર સુધીમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં ઈઝરાયલને મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઈઝરાયલના કુલ 300થી વધુ નાગરિકો મોતને ભેટી ચૂક્યા છે જ્યારે ગાઝામાં જાનહાનિનો આંકડો 230 પર પહોંચ્યો છે. ઈઝરાયલે યુદ્ધનો આરંભ કરી દીધો છે. 

આ પણ વાંચો… Today Horoscope: આ રાશિના જાતકોને આજે થશે નાણાકીય લાભ, જાણો તમારું દિવસ કેવું રહેશે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો