RBI cheque rule

RBI New Rule: બેંકમાં ચેક આપતાં પહેલાં જાણી લો RBI નો આ અગત્યનો નિયમ, નહીંતો થઇ શકે છે મોટુ નુકસાન!

RBI New Rule: હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે. એટલે કે તમારે ચેકના ક્લીયરન્સ માટે દરેક વખતે બેલેન્સ રાખવું પડશે, નહીતર તમારો ચેક બાઉન્સ થશે તો તમને પેનલ્ટી લાગી શકે છે

બિઝનેસ ડેસ્ક, 26 ઓગષ્ટઃ RBI New Rule: જો તમે ચેક વડે પેમેન્ટ કરો છો તો તમારા માટે એકદમ જરૂરી સમાચાર છે. હવે કોઇપણ વ્યક્તિ અથવા સંસ્થાને ચેક આપતાં પહેલાં આરબીઆઇનો નવો નિયમ જાણી લો. જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ એક ઓગસ્ટના રોજ બેંકીંગ નિયમોમાં થોડો ફેરફાર કરી દીધો છે. આરબીઆઇએ નેશનલ ઓટોમેટિડ ક્લીયરિંગ હાઉસ  (NACH) ને હવે 24 કલાક સાત દિવસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નવો નિયમ તમામ રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોમાં પણ નવો નિયમ લાગૂ પડશે.

આ પણ વાંચોઃ Prepaid plans under Rs.250: ફ્રી કોલિંગની સાથે 56GB ડેટા, સાથે મળશે અન્ય બેનિફિટ- વાંચો આ સસ્તા પ્લાન વિશે

આ નવા નિયમ(RBI New Rule) હેઠળ હવે રજા દિવસે પણ તમારો ચેક ક્લિયર થઇ જશે. પરંતુ એવામાં હવે તમારે સર્તક રહેવાની પણ જરૂર છે. આમ એટલા માટે કારણ કે હવે શનિવારે ઇશ્યૂ કરવામાં આવેલા ચેક રવિવારે પણ ક્લીયર થઇ શકે છે. એટલે કે તમારે ચેકના ક્લીયરન્સ માટે દરેક વખતે બેલેન્સ રાખવું પડશે, નહીતર તમારો ચેક બાઉન્સ થશે તો તમને પેનલ્ટી લાગી શકે છે. પહેલો ચેક ઇશ્યૂ કરતી વખતે ગ્રાહકને એવું લાગે છે કે આ રજા બાદ જ ક્લીયર થશે. પરંતુ હવે રજાના દિવસે પણ આ ક્લીયર થઇ શકે છે. 

તમને જણાવી દઇએ કે NACH એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે જેને નેશનલ પેમેટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (NPCI) કરે છે. જે ઘણા પ્રકારના ક્રેડિટ ટ્રાંસફર જેમકે ડિવિડેન્ડ, ઇન્ટરેસ્ટ, સેલરી અને પેન્શનની સુવિધા આપે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોકસિટી બિલનું પેમેન્ટ, ગેસ, ટેલિફોન, પાણી, લોનની ઇએમઆઇ, મ્યુચલ ફંડ રોકાણ અને ઇંશ્યોરન્સ પ્રીમિયમની ચૂકવણીની સુવિધા પણ આપે છે. એટલે કે હવે તમારે આ બધી સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે સોમવારથી શુક્રવાર એટલે કે Week Days ની રાહ જોવી નહી પડે, આ કામ Week Days માં પણ થઇ જશે. 

આ પણ વાંચોઃ New corona case in india: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા, ત્રીજી લહેર શરુ થવાના એંધાણ- વાંચો વિગત

Whatsapp Join Banner Guj