Parineeti Raghav Wedding

Parineeti-Raghav Wedding Photos: હંમેશા માટે એકબીજાના થયા પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા, જુઓ લગન્ની તસ્વીરો…

Parineeti-Raghav Wedding Photos: કપલે ઉદયપુરના લીલા પેલેસમાં નજીકના મિત્રો અને સબંધીઓની હાજરીમાં સાત ફેરા લીધા

મનોરંજન ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Parineeti-Raghav Wedding Photos: બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ કપલ્સની તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહી છે. ખબર હોય કે, બંનેના લગ્ન ઉદયપુરમાં રજવાડી ઠાઠ અને ધામધુમથી સંપન્ન થયા હતા.

કપલે ઉદયપુરના લીલા પેલેસમાં નજીકના મિત્રો અને સબંધીઓની હાજરીમાં સાત ફેરા લીધા હતા. ત્યારે ચાહકો પરિણીતીને દુલ્હનના લુકમાં જોવા માટે ખૂબ જ આતુર હતા. જોકે, તેમની આતુરતાનો હવે અંત આવી ગયો છે. એક્ટ્રેસે પોતાના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

આ ફોટો શેર કરતા પરિણીતિએ રાઘવ સાથેની પોતાની લવ સ્ટોરીની મેમોરી પણ કેપ્શનમાં શેર કરી છે. પોતાની લાઈફના ખૂબ જ મહત્વના દિવસના ફોટો શેર કરતા પરિણીતિએ લખ્યું કે, ‘બ્રેકફાસ્ટ ટેબલ પર પ્રથમ ચેટથી અમારા દિલને એકબીજાની ફિલિંગ વિશે ખબર જ હતી. આ દિવસની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી…મિસ્ટર અને મિસિસ બનીને ખૂબ ગર્વ અનુભવી રહી છું.

લગ્નમાં આ લોકોએ આપી હતી હાજરી…

પરિણીતિ-રાઘવના લગ્નમાં આમ આદમી પાર્ટીમાંથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભાગવત માન, શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરે સહિતના નેતાઓ ઉપરાંત પરિણિતીની બહેનપણી સાનિયા મિર્ઝા અને ક્રિકેટર હરભજન સિંહ તથા તેની પત્ની ગીતા બસરા સહિતની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ પરિણીતી અને રાઘવના લગ્નમાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો… Distribution of Ration kits in Bharuch: ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકિટનું વિતરણ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો