Distribution of Ration kits in Bharuch

Distribution of Ration kits in Bharuch: ભરૂચના પૂરગ્રસ્ત ત્રણ ગામોમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાશનકિટનું વિતરણ

Distribution of Ration kits in Bharuch: આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ Distribution of Ration kits in Bharuch: તાજેતરમાં નર્મદામાં સર્જાયેલી પૂરપ્રકોપની પરિસ્થિતિ વચ્ચે અદાણી ફાઉન્ડેશન સતત અસરગ્રસ્તોની પડખે ઉભું છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સૂચન અને સંકલન મુજબ રવિવારે શુક્લતીર્થ વિસ્તારના ત્રણ ગામોના અસરગ્રસ્તોને રાશનકિટ આપવામાં આવી છે.

લાભાર્થીઓમાં મંગલેશ્વર, નિકોડા અને તવર ગામના 1૦૦૦+ પરિવારોનો સમાવેશ થાય છે. આફતની આકરી વેળાએ કરવામાં આવેલી મદદથી જાણે લાભાર્થીઓના જીવમાં જીવ આવ્યો છે.

ખબર હોય કે, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાના કાંઠા વિસ્તારના અનેક ગામોમાં પૂરપ્રકોપના પાણી ફરી વળ્યા હતા. પરિણામે સ્થાનિકોએ ઘર અને ઘરવખરી સહિતનો સામાન ગુમાવ્યો છે. તેવામાં અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરિયાતમંદોને 15 દિવસ સુધીનું રાશન આપવામાં આવ્યું છે.

રાશનકિટમાં પાંચ કિલો ઘઉંનો લોટ, એક કિલો ચોખા, બે કિલો તુવેરદાળ, એક કિલો મીઠું, એક લિટર તેલ, બે કિલો બટાકા, એક કિલો ડુંગળી, 100 ગ્રામ મરચું અને 100 ગ્રામ હળદરનો સમાવેશ થાય છે.

અદાણી ફાઉન્ડેશન, દહેજના સીએસઆર હેડ ઉષાબહેન મિશ્રાએ જણાવ્યુ હતું કે, “અદાણી ફાઉન્ડેશન સમુદાયોના કલ્યાણ માટે સતત પ્રવૃત્ત રહે છે. ભરૂચમાં આવેલી કુદરતી આફત બાદ જિલ્લા વહીવટી તંત્રના સૂચન મુજબ અમે શુકલતીર્થની આસપાસના ત્રણ ગામોમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું છે. ત્રણે ગામોના અસરગ્રસ્ત પરિવારોને આ કીટ પહોચાડવામાં આવી છે”.

આ પણ વાંચો… PM Modi in Gujarat Visit: ગુજરાતની મુલાકાતે આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, છોટા ઉદેપુરને આપશે કરોડોની સૌગાત…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો