Poonam pandey says shilpa shetty

Poonam pandey says shilpa shetty: રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટી વિશે કહી મોટી વાત, કહ્યું- મને તેના માટે ઘણું જ ખરાબ લાગે છે

Poonam pandey says shilpa shetty: પૂનમ હાલમાં કંગનાના રિયાલિટી શો ‘લૉક અપ’ને કારણે ચર્ચામાં છે, શો શરૂ થાય તે પહેલાં પૂનમે એક ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રા અંગે વાત કરી

બોલિવુડ ડેસ્ક, 27 ફેબ્રુઆરીઃPoonam pandey says shilpa shetty: બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. પૂનમ હાલમાં કંગનાના રિયાલિટી શો ‘લૉક અપ’ને કારણે ચર્ચામાં છે. શો શરૂ થાય તે પહેલાં પૂનમે એક ઇન્ટરવ્યૂમાં રાજ કુંદ્રા અંગે વાત કરી હતી.

પૂનમને સવાલ કરવામાં આવ્યો હતો કે પોર્નોગ્રાફી કેસ દરમિયાન શિલ્પાએ તેનો સંપર્ક કર્યો હતો? આ અંગે પૂનમે કહ્યું હતું કે શિલ્પાએ ક્યારેય તેનો સંપર્ક કર્યો નહોતો. શિલ્પાના બે બાળકો છે અને કોઈ પણ મહિલા સાથે આવું થવું જોઈએ નહીં. તે ત્યારે હાઉસવાઇફ હતી અને તેને ખ્યાલ છે કે આવી પરિસ્થિતિમાં તમારી પર શું વીતે છે. ખાસ કરીને જ્યારે તમે સેલિબ્રિટી હો ત્યારે તમે તમારા મનની વાત પણ કોઈને કહી શકતા નથી. સેલેબ્સને પણ માણસ સમજવામાં આવે, કારણ કે તે પણ અનેક બાબતોમાંથી પસાર થતા હોય છે. તેને એ વાતનું ઘણું જ ખરાબ લાગ્યું કે રાજ પોર્નોગ્રાફી કેસમાં શિલ્પાનું નામ પણ ઉછાળવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ ‘નશા’ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે કન્નડ, ભોજપુરી તથા તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે.

આ પણ વાંચોઃ 6 students returned from Ukraine: સુરતના છ વિદ્યાર્થીઓનું યુક્રેનથી સુખદ પુનરાગમન, જણાવી આપવિતી સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારનો માન્યો આભાર

Gujarati banner 01