indian girl refuses to leave ukraine

indian girl refuses to leave ukraine: આ ભારતીય દીકરીએ યુક્રેન છોડવાની ના પાડી, કારણ જાણીને લોકો થઈ રહ્યા છે ભાવુક

indian girl refuses to leave ukraine: નેહા સાંગવાનને દેશ છોડવાની તક મળી હતી, જોકે તેણે યુક્રેન છોડવાની ના પાડી દીધી હતી

કીવ, 27 ફેબ્રુઆરીઃ indian girl refuses to leave ukraine: રશિયાના હુમલાની વચ્ચે યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવાની ભારત મથામણ કરી રહ્યુ છે ત્યારે 17 વર્ષની ભારતીય યુવતીએ માનવતાનો નવો દાખલો બેસાડયો છે.

તેણે યુક્રેન છોડવાનો ઈનકાર કરી દીધો છે.અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અહીંયા મેડિકલનો અભ્યાસ કરતી નેહા સાંગવાનને દેશ છોડવાની તક મળી હતી.જોકે તેણે યુક્રેન છોડવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચોઃ Poonam pandey says shilpa shetty: રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ પૂનમ પાંડેએ શિલ્પા શેટ્ટી વિશે કહી મોટી વાત, કહ્યું- મને તેના માટે ઘણું જ ખરાબ લાગે છે

નેહાએ કહ્યુ હતુ કે, હું જે ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહુ છું તેના માલિક રશિયા સાથે ચાલી રહેલા યુધ્ધમાં દેશ વતી લડવા ગયા છે.તેમની પાછળ તેઓ ત્રણ નાના બાળકો અને પત્નીને છોડીને ગયા છે અને તેમની સંભાળ રાખવા માટે મેં યુક્રેનમાં જ રહેવાનો ફેંસલો કર્યો છે.

નેહાએ પોતાના પરિવારને કહ્યુ હતુ કે, હું રહું કે ના રહું પણ મકાન માલિકની પત્ની અને ત્રણ બાળકોને નહીં છોડુ. નેહાના આંટી સવિતા જાખરનુ કહેવુ છે કે, મારી ભત્રીજી મકાન માલિકની પત્ની અને બાળકો સાથે બંકરમાં રહી રહી છે.ભારતની એમ્બેસીએ તેનો સંપર્ક પણ કર્યો હતો.છતા નેહાએ દેશ છોડવાની ના પાડી દીધી હતી.જ્યારે યુધ્ધ ખતમ થઈ જશે ત્યારે હું આવીશ.

Gujarati banner 01