Rohit Sharma 6

Rohit sharma record: રોહિત શર્માએ કેપ્ટનશીપમાં શ્રીલંકાને T20 મેચમાં હરાવતા જ હાંસલ કરી આ ઉપલબ્ધી; જાણો વિગતે

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: Rohit sharma record: ટી૨૦ ઈન્ટરનેશનલમાં ભારત જીતના રથ પર સવાર છે. આ રથનો નવો સારથિ રોહિત શર્મા એટલે કે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે, જેણે હવે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેપ્ટનશિપ મામલે તેણે આ સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માએ લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી૨૦ જીતતાની સાથે જ આ મોટી સફળતા મેળવી હતી. ભારતે  સિરીઝની પ્રથમ ટી૨૦માં શ્રીલંકાને ૬૨ રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ૨૦ ઓવરમાં ૧૯૯ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ઈનિંગ્સ ૧૩૭ રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમ ૩ મેચની ટી-૨૦ શ્રેણી માં ૧-૦ ની લીડ મેળવવામાં સફળ રહી છે.

ભારતની જીતમાં કેપ્ટન રોહિત શર્માના નામ સાથે કયો વર્લ્‌ડ રેકોર્ડ જાેડાયેલો છે. તો આ વર્લ્‌ડ રેકોર્ડ હોમ પિચ પર સૌથી વધુ મેચ જીતવા સાથે સંબંધિત છે. મતલબ કે ઘરઆંગણે ટી૨૦માં સૌથી સફળ કેપ્ટન કોણ છે? અને, હવે જવાબ છે રોહિત શર્મા. લખનૌમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટી૨૦એ ઘરઆંગણે રોહિત શર્માની કપ્તાની હેઠળ રમાયેલી ૧૬મી ટી૨૦ હતી. આ ૧૬ ટી૨૦માં ભારતે ૧૫માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટલે કે લખનૌમાં શ્રીલંકા સામેની જીત ૧૫મી જીત હતી.

Intajaar part-1 ઇન્તજાર ભાગ-1માં વાંચો રીના ઘણા વર્ષો પછી એટલી ખુશ કેમ હતી….

રોહિત શર્માની જેમ ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન અને કેન વિલિયમસનની પણ પોતાની ધરતી પર ૧૫ જીત નોંધાવી ચુક્યા છે. પરંતુ, તેમણે તેના માટે રોહિત કરતાં વધુ મેચ રમી છે. જ્યાં મોર્ગને ૨૫ મેચમાં ૧૫ જીત નોંધાવી છે. જ્યારે વિલિયમસને ૩૦ મેચમાં ૧૫ જીત મેળવી છે રોહિત શર્માએ અત્યાર સુધીની તમામ ૨૬ ટી૨૦ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ભારતે આ ૨૬માંથી ૨૨ મેચ જીતી છે. 

રોહિતના નેતૃત્વમાં શ્રીલંકા સામે ભારતની આ ૫મી જીત હતી, જે તેણે લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં નોંધાવી હતી. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ ૬ જીત નોંધાવી છે. આ સિવાય બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ સામે ૫-૫ મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સામે ૧ ટી૨૦ જીતી હતી. 

Gujarati banner 01