Raj Kundra Case Shilpa Shetty

Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

Pornography Raj kundra case: શિલ્પાનો કુંદ્રા સામે સામનો થયો ત્યારે તે કુંદ્રા પર જોરથી ચિલ્લાઈ હતી અને ગુસ્સો તેમજ હતાશામાં રાડ પાડીને કુંદ્રાને પૂછયું હતું કે. તેને આવું બધું કરવાની શું જરૂરીહતી…?

બોલિવુડ ડેસ્ક, 28 જુલાઇઃ Pornography Raj kundra case: છેલ્લા કેટલાય વખતથી દેશના લોકોની નજર રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી પર છે, સોશિયલ મીડિયા પર શિલ્પા અને રાજ ખૂબ જ ટ્રોલ થઇ રહ્યા છે. દિવસે અને દિવસે આ કેસમાં નવી જોડાયેલી વાતો સામે આવી રહી છે.

પોર્ન ફિલ્મ બનાવવા પ્રકરણે પોલીસે  અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજકુંદ્રાની ધરપકડ કરી તેને સાથે લઈ  જુહુના નિવાસસ્થાને ગઈ હતી. આ સમયે કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની સામ- સામે બેસાડી પોલીસે પૂછપરછ કરી હતી. 

આ પણ વાંચોઃ Krunal pandya corona positive: ભારતીય ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ- વાંચો વિગત

જોકે જેવી પોલીસની ટીમ કુંદ્રા(Pornography Raj kundra case)ને લઈ તેના ઘરે પહોંચી ત્યારે શિલ્પાનો કુંદ્રા સામે સામનો થયો ત્યારે તે કુંદ્રા પર જોરથી ચિલ્લાઈ હતી અને ગુસ્સો તેમજ હતાશામાં રાડ પાડીને કુંદ્રાને પૂછયું હતું કે. તેને આવું બધું કરવાની શું જરૂરીહતી…? બીજી બાજુ રાજ કુંદ્રાને મંગળવારે બે સપ્તાહની અદાલતી કસ્ટડી આપવામાં આવી છે.

જોકે કુંદ્રાએ જામીન અરજી પણ કરી છે જેની સુનાવણી બુધવારે થશે. શિલ્પા રોજ બહાર આવતી અવનવી વિગતથી ડઘાઈ ગઈ હતી અને તેણે કુંદ્રાને પૂછયું હતું કે ‘આપણી પાસે જે જોઈએ તે બધું જ છે, તો પછી આવું કરવાની  જરૂર શું હતી?

આ  બોલ્યા બાદ શિલ્પા પડી ભાંગી હતી અને કુંદ્રાને સંબોધીને કહ્યું હતું  કે તેણે પરિવારની આબરૂ ધૂળમાં મેળવી દીધી છે. તેના આવા અવિચારી પગલાને લીધે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના વિવિધ પ્રોજેક્ટ અને એન્ડોર્સમેન્ટથી તેને હાથ ધોવા પડયા છે.

આ પણ વાંચોઃ Raj kundra Pornography case: જેલમાં બેઠેલા રાજની ઓફિસમાંથી 1 કે 2 નહીં પણ 120 જેટલી એડલ્ટ ફિલ્મો- વાંચો વિગતે

આ ઉપરાંત તેણે તેમને થયેલા આર્થિક નુકસાનની વાત પણ ઉચ્ચારી હતી. આ ઘટના બાદ પોલીસે શિલ્પા અને કુંદ્રાની સામ- સામે બેસાડી પૂછપરછ (Pornography Raj kundra case) પણ કરી હતી. આ સાથે જ ઘરની ઝડતી પણ લેવામાં આવી હતી. આ પોર્ન ફિલ્મ બનાવવા પ્રકરણે હજી કોઈ કર્મચારીએ શિલ્પાની ભૂમિકા બાબતે કાંઈ જણાવ્યું નથી.

પોલીસે આ સમગ્ર પ્રકરણે અત્યાર સુધીમાં કુંદ્રા તેના નિકટવર્તી રયાન થોર્પે સહિત કુલ નવ જણની ધરપકડ કરી છે. આ સંદર્ભે પોલીસ સૂત્રોનુસાર પૂછપરછમાં કુંદ્રાએ કોઈ સહયોગ આપ્યો નહોતો અને તેની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી. કુંદ્રાની કંપનીના ચાર કર્મચારીઓ સરકારી સાક્ષી બની ગયા હતા.

આ પણ વાંચોઃ Assam Mizoram Border: કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે CRPFને તૈનાત, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત- એસપી ICUમાં સારવાર હેઠળ- વાંચો વિગત

તેમણે કબૂલ્યું હતું કે આ પ્રકરણ બહાર (Pornography Raj kundra case) આવ્યા બાદ તેમને તમામ ક્લિપ ડિલીટ કરી નાંખવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે કુંદ્રા વાસ્તવમાં મોબાઈલ એપ્લિકેશન ચલાવતો હતો જેમાં આવા વિડિયો સ્ટ્રીમ થતા હતા અને તેનું સાહિત્ય અને આર્થિક વ્યવહાર પણ જોતો હતો.પોલીસે ફાઈનાન્શિયલ ઓડિટર્સઅને ટેક્નિકલ એક્સપર્ટ્સની સેવા પણ તપાસમાં મદદ માટે લીધી છે.

કેસ સંબંધી અનેક આર્થિક વ્યવહાર કુંદ્રાના ખાતામાં થયાનું જણાયું છે.કુંદ્રાના ખાતામાંથી અને ખાતામાં થયેલા આર્થિક વ્યવહારનું પગેરૂં ફાઈનાન્શિયલ ઓડિટર્સ શોધી કાઢશે એવી અપેક્ષા છે. પોર્નોગ્રાફિક સાહિત્ય અપલોડ થતું હતું એ એપ હોટશોટના રોજિંદા કામકાજમાં સંકળાયેલા મુખ્ય આરોપીઓમાં કુંદ્રા એક મુખ્ય આરોપી છે.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: દેશમાં બાળકો માટેનાં રસીકરણનો શુભારંભ આવતા મહિનાથી: કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

બીજી બાજુ ગુજરાતના અમદાવાદના બિઝનેસમેને અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સામે છેતરપિંડીની ફરિયાદ મુંબઇ ક્રાઇમબ્રાન્ચ સાયબર પોલીસને કરી છે. ઓનલાઇન ક્રિકેટ ગેમના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના બહાને તેમની પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.પોલીસે આ મામલાની વધુ તપાસ આદરી છે. અશ્લીલ ફિલ્મ બનાવવાના રેકેટમાં પકડાયેલા કુુંદ્રાને કોર્ટે જયુડિશ્યિલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે.

Pornography Raj kundra case

અમદાવાદના બિઝનેસમેન હિરેન પરમારે ઓનલાઇન ફરિયાદ કરતા જણાવ્યું હતું કે અનેક વિવાદમં  સપડાયેલા રાજ કુંદ્રાની કંપની દ્વારા ગેમ ઓફ કોટના ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના નામથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ એક ઓનલાઇન ક્રિકેટ સ્કિલની ગેમ હતી. પણ કંપનીએ તેને ડિસ્ટ્રીબ્યુટર બનાવ્યો ન હોતો કે રોકાણ કરેલી રકમ પાછી આપી નહોતી.