Assam Mizoram Border

Assam Mizoram Border: કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે CRPFને તૈનાત, 50 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત- એસપી ICUમાં સારવાર હેઠળ- વાંચો વિગત

Assam Mizoram Border: ફાયરિંગમાં આસામના 5 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં

નવી દિલ્હી, 27 જુલાઇઃ Assam Mizoram Border: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વ સરમાએ દાવો કર્યો હતો કે ફાયરિંગમાં આસામના 5 પોલીસ કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે કછાર જિલ્લાના એસપી વૈભવ નિમ્બાલકર ચંદ્રકર પણ ઘાયલ થયા હતા. તેને પગમાં ગોળી વાગી હતી અને તેઓ આઈસીયુમાં છે. આ સાથે હિંસામાં 50 થી વધુ પોલીસ જવાનોને પણ ઇજાઓ પહોંચી છે

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ સરમાએ આજે મૃતક પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. મિઝોરમ સાથેના સરહદ વિવાદ અને હિંસક ઘટનાઓ પર બોલતા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ કહ્યું કે,‘હું જમીનનો એક ઈંચ ટુકડો પણ કોઈને આપીશ નહીં. જો ભવિષ્યમાં સંસદ એવો કાયદો લાવે કે, બરાક વેલી મિઝોરમને આપવામા આવે તો મને કોઈ સમસ્યા નથી. પરંતુ જ્યાંસુધી સંસદમાં આવો કોઈ નિર્ણય ના લેવામા આવે ત્યાં સુધી હું કોઈપણ વ્યક્તિને આસામ(Assam Mizoram Border)ની જમીન લેવા દઈશ નહીં.

આ પણ વાંચોઃ Raj kundra Pornography case: જેલમાં બેઠેલા રાજની ઓફિસમાંથી 1 કે 2 નહીં પણ 120 જેટલી એડલ્ટ ફિલ્મો- વાંચો વિગતે

આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પોલીસ જવાનોના મોતને કારણે 3 દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કેન્દ્ર સરકારે બંને રાજ્યની સરહદે સીઆરપીએફને તૈનાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, આસામ અને મિઝોરમ વચ્ચેનો સરહદ(Assam Mizoram Border) વિવાદ સોમવારે હિંસક બન્યો હતો. પોલીસ અને બંને રાજ્યોના નાગરિકો વચ્ચે અથડામણ થયું હતું. આ મામલો હવે સંસદ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ સાંસદ રિપુન વોરાએ કહ્યું હતું કે,‘આ વિવાદને જોતા કેન્દ્ર સરકારે સંસદીય સભ્યોનું એક દળ આસામ-મિઝોરમ મોકલવું જોઈએ.’

આ પણ વાંચોઃ Mirabai chanu as ASP: મણિપુરના સીએમએ કરી ઘોષણા: મીરાબાઈ ચાનુની ASP તરીકે નિમણૂંક- વાંચો વિગત

આ દરમિયાન કોંગ્રેસ આસામ-મિઝોરમ સરહદ વિવાદ મામલે થયેલી હિંસા મુદ્દે 7 સભ્યોની એક કમિટીની રચના કરી છે. કોંગ્રેસની આ કમિટી વિવાદ મુદ્દે તપાસ કરી એક રિપોર્ટ પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને સોંપશે. આ કમિટીમાં સાંસદ ગૌરવ ગોગોઈને પણ સામેલ કરાયા છે

આ પહેલા સરહદ વિવાદ મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ ટ્વિટ કરી હિંસા મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણ કહ્યું કે,‘બંને રાજ્યોમાં ભાજપ ગઠબંધનની સરકાર છે. કેન્દ્રમાં ભાજપ સત્તામાં છે. આવા સમયે બંને રાજ્યના મુખ્યમંત્રી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં છે. તેમણે નાગરિકોને બિનજરૂરી હિંસામાં ધકેલ્યા છે. અહીં ગૃહમંત્રી અમિત શાહની જવાબદારી બને છે. તેમણે રાજીનામું આપવું જોઈએ.’

આ પણ વાંચોઃ Vijay Mallya: માલ્યાને ટૂંક સમયમાં ભારત મોકલાય તેવી શક્યતા બ્રિટિશ ગૃહમંત્રી લેશે નિર્ણય- વાંચો વિગત

Whatsapp Join Banner Guj