Mansukh Mandvia

Corona vaccine for kids: દેશમાં બાળકો માટેનાં રસીકરણનો શુભારંભ આવતા મહિનાથી: કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

Corona vaccine for kids: ઝાયડસ કેડિલાના બાળકો પરના ટ્રાયલ પૂરા, ભારત બાયોટેકને ટ્રાયલ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી, 28 જુલાઇઃ Corona vaccine for kids: સરકાર બાળકોના રસીકરણનો કાર્યક્રમ આવતા મહિના સુધીમાં શરૃ કરે એવી શક્યતા છે. કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે યોજાયેલ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં આમ જણાવીને ઉમેર્યું કે ભારત સૌથી મોટો રસી-ઉત્પાદક દેશ બનવાની દિશામાં છે. વધુ કંપનીઓને રસી ઉત્પાદન માટેનું લાયસન્સ મળશે.

આ પણ વાંચોઃ Gujarat government: નાગરિકોને સુખ-શાંતિ સલામતિનો અહેસાસ કરાવતો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય

કેન્દ્રે આ માસના પ્રારંભે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું કે 12-18 વર્ષના બાળકો માટે કોરોના રસી જલદીથી મળવા લાગશે. મંજૂરી મળ્યા પછી, બાળકોને રસી મૂકવા સંબંધી નીતિ ઘડી કઢાશે.

ડીએનએ રસી ઉત્પાદક  ઝાયડસ કેડિલાએ 12-18 વર્ષના બાળકો પરના ટ્રાયલ પૂરા કર્યા છે. કાનૂની જોગવાઇઓને આધીન રહીને રસી નજીકના ભવિષ્યમાં મળી રહેશે. એમ કેન્દ્રે હાઇકોર્ટને પૂરી પાડેલી માહિતીમાં ઉમેરાયું હતું.

આ પણ વાંચોઃ Krunal pandya corona positive: ભારતીય ટીમનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, ઇન્ડિયા-શ્રીલંકા વચ્ચેની બીજી ટી-20 મેચ મોકૂફ- વાંચો વિગત

વળી, દેશના ઔષધ મહાનિયામકે કોવેક્સિનની ઉત્પાદક કંપની ભારત બાયોટેકને 2 થી 18 વર્ષમાં બાળકો પર કિલનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે, એમ પણ હાઇકોર્ટને જણાવાયું હતું.

એમ્સ, નવી દિલ્હીના વડા ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે બાળકોના રસીકરણ પછી શાળાઓ ફરી શરૃ કરવાનો માર્ગ મોકળો થશે તેમજ બાળકોને ઘરબહારની પ્રવૃત્તિઓ સાથે પણ ફરીથી સાંકળી શકાશે.

Whatsapp Join Banner Guj