Raj kundra 1

Raj kundra Pornography case: જેલમાં બેઠેલા રાજની ઓફિસમાંથી 1 કે 2 નહીં પણ 120 જેટલી એડલ્ટ ફિલ્મો પોલીસને મળી- વાંચો વિગતે

Raj kundra Pornography case: રાજ કુન્દ્રાએ પ્લાન બીના ભાગરૂપે નવી એપ લોન્ચ કરીને તેના પર નવુ કન્ટેન્ડ અપલોડ કરવા માટે કામ શરૂ કરી દીધુ હતુ

બોલિવુડ ડેસ્ક, 27 જુલાઇઃ Raj kundra Pornography case: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને જાણીતા બિઝનેસ મેન રાજ કુંદ્રાની પોલિસ ધરપકડ કર્યા બાદ નવી નવી વાતો સામે આવી રહી છે. જી, હાં પોર્નોગ્રાફિક ફિલ્મોના રેકેટમાં જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાને લઈને રોજ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે.

હાલ પોલીસ કસ્ટડીમાં રાજ કુન્દ્રા(Raj kundra Pornography case)ની પોલીસ પૂછપરછ કરી રહી છે. રાજ કુન્દ્રા બોલીવૂડની સ્ટાર શિલ્પા શેટ્ટીનો પતિ પણ હોવાથી આ કેસ પર આખા દેશની નજર છે. હવે એવી જાણકારી પણ સામે આવી છે કે, ફેબ્રૂઆરી મહિનામાં પોલીસે જ્યારે પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો ભાંડો ફોડ્યો હતો તે પછી રાજ કુન્દ્રાએ પ્લાન બી તૈયાર કરી લીધો હતો.

આ પણ વાંચોઃ Mirabai chanu as ASP: મણિપુરના સીએમએ કરી ઘોષણા: મીરાબાઈ ચાનુની ASP તરીકે નિમણૂંક- વાંચો વિગત

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી હોટ શોટ બેનર હેઠળ 120 એડલ્ટ મૂવી રિકવર કરી છે. દરમિયાન રાજ કુન્દ્રાએ પ્લાન બીના ભાગરૂપે નવી એપ લોન્ચ કરીને તેના પર નવુ કન્ટેન્ડ અપલોડ કરવા માટે કામ શરૂ કરી દીધુ હતુ. પોર્ન ફિલ્મોમાંથી સારી એવી કમાણી થઈ રહી હોવાથી રાજ કુન્દ્રાની ઈચ્છા હતી કે, આ કામ ચાલુ રહે.

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રા(Raj kundra Pornography case)ની ઓફિસે દરોડો પાડ્યો ત્યાં સુધીમાં ઘણો ડેટા ડિલિટ થઈ ગયો હતો. જે પાછો મેળવવા માટે પોલીસ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં આ ઓફિસમાંથી 120 એડલ્ડ મૂવી રિકવર કરી છે. ડેટા રાજ કુન્દ્રાએ અથવા તેના સાથીદાર રાયને ડિલિટ કર્યો હોવાની શંકા છે.

આ પણ વાંચોઃ Kanwar yatra: આ કારણે ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર અને ઉજ્જૈનની પ્રસિદ્ધ કાવડ યાત્રા રદ- વાંચો વિગત

દરમિયાન રાજ કુન્દ્રાને પોલીસ ધરપકડ કરશે તેવી આશંકા તો હતી જ અને  માર્ચ મહિનામાં તેણે પોતાનો ફોન બદલી નાંખ્યો હતો. પોલીસને લાગે છે કે, જૂના ફોનમાં ઘણા પૂરાવા હશે. પોલીસ આ ફોનની પણ શોધ કરી રહી છે.

Whatsapp Join Banner Guj