Rakesh asthana

Appointed commissioner of delhi police: ગુજરાત કેડરના ઉચ્ચIPS અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર બનાવ્યા- વાંચો વિગત

Appointed commissioner of delhi police: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ અસ્થાનાને તાત્કાલિક અસરથી તેમનો હોદ્દો સંભાળવાનું કહેવામાં આવ્યું

નવી દિલ્હી, 28 જુલાઇઃ Appointed commissioner of delhi police: ગુજરાત કેડરના ઉચ્ચ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાને દિલ્હી પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર સરહદ સુરક્ષા દળ (બીએસએફ) ના ડાયરેક્ટર જનરલ અસ્થાનાને તાત્કાલિક અસરથી તેમનો હોદ્દો સંભાળવાનું કહેવામાં આવ્યું છે.

31 મી જુલાઈએ નિવૃત્ત થઈ રહેલા અસ્થાનાને થોડા દિવસો પહેલા આ જવાબદારી સોંપવામાં આવી છે. અસ્થાના આવતા એક વર્ષ સુધી દિલ્હી પોલીસ કમિશનર(Appointed commissioner of delhi police) તરીકે રહેશે. 1984 બેચના આઈપીએસ અસ્થાના સીબીઆઈના વિશેષ નિર્દેશક રહી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ Pornography Raj kundra case: શિલ્પા પતિ પર ભડકી કહી આ મોટી વાત…,બીજી તરફ ગુજરાતના બિઝનેસમેનની ફરિયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

તે દરમિયાન, તત્કાલીન સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા સાથેનો તેમનો વિવાદ ચર્ચામાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈનાં ઉચ્ચ અધિકારીઓ વચ્ચે આક્ષેપો અને પ્રતિ-આરોપનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

રાકેશ અસ્થાનાએ ઝારખંડની નેતરહટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. રાકેશ અસ્થાના, 1984 બેચના આઈપીએસ અધિકારી, મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી રાંચીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ Corona vaccine for kids: દેશમાં બાળકો માટેનાં રસીકરણનો શુભારંભ આવતા મહિનાથી: કેન્દ્ર આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા

આઈપીએસ તરીકે પસંદગી થયા બાદ તેમને ગુજરાત કેડર મળી. સીબીઆઈમાં હતા ત્યારે રાકેશ અસ્થાના તત્કાલિન ડિરેક્ટર આલોક વર્મા સાથેના વિવાદ પછી ઘણી ચર્ચામાં હતા. જોકે, વિવાદ બાદ તેમની સીબીઆઈમાંથી બદલી થઈ હતી.

Appointed commissioner of delhi police