Prakash raj 2nd wedding

Prakash raj 2nd wedding: 56 વર્ષીય પ્રકાશ રાજે દીકરાની ઇચ્છા પૂરી કરવા કર્યા બીજીવાર લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કરી તસ્વીરો

Prakash raj 2nd wedding: દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રકાશ રાજે પોની સાથે બીજીવાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં પ્રકાશની પહેલાં લગ્નથી થયેલી બે દીકરીઓ પણ હાજર રહી હતી

બોલિવુડ ડેસ્ક, 25 ઓગષ્ટઃPrakash raj 2nd wedding: ફિલ્મ ‘સિંઘમ’માં જયકાંત શિકરેનો રોલ પ્લે કરીને લોકપ્રિય થનાર પ્રકાશ રાજે 24 ઓગસ્ટના રોજ બીજીવાર લગ્ન કર્યા હતા. આ દિવસે પ્રકાશ રાજની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ રાજે અન્ય કોઈ યુવતી સાથે નહીં, પરંતુ પત્ની સાથે જ બીજીવાર લગ્ન કર્યા છે. પ્રકાશ રાજે દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે આ લગ્ન કર્યાં છે.

પ્રકાશ રાજ હાલમાં મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયીન સેલવન’ના શૂટિંગ અર્થે મધ્યપ્રદેશમાં છે. 24 ઓગસ્ટના રોજ પ્રકાશ રાજ તથા પોની વર્માની 11મી વેડિંગ એનિવર્સરી હતી. પ્રકાશ-પોનીનો દીકરો વેદાંત ઈચ્છતો હતો કે તેના મમ્મી-પપ્પા તેની નજરની સામે બીજીવાર લગ્ન કરે. દીકરાની આ ઈચ્છા પૂરી કરવા માટે જ પ્રકાશ રાજે પોની સાથે બીજીવાર લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ લગ્નમાં પ્રકાશની પહેલાં લગ્નથી થયેલી બે દીકરીઓ પણ હાજર રહી હતી.

પ્રકાશ રાજે સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરીને પ્રકાશ રાજે કહ્યું હતું, ‘આજે રાત્રે અમે ફરીવાર લગ્ન કર્યા, કારણ કે અમારો દીકરો વેદાંત અમારા લગ્ન જોવા માગતો હતો.’ એક તસવીરમાં પ્રકાશ રાજ ઘૂંટણ પર બેસીને પોનીને રિંગ પહેરાવે છે તો અન્ય એક તસવીરમાં પ્રકાશ તથા પોની એકબીજાને કિસ કરે છે.

આ પણ વાંચોઃ 10th board result: ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 30,012 વિદ્યાર્થીઓ પાસ થયા- વાંચો વિગત

પ્રકાશ રાજે સો.મીડિયામાં પત્ની સાથેની જૂની તસવીર શૅર કરીને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છા પાઠવી હતી. પ્રકાશ તથા પોનીના લગ્નમાં દીકરો વેદાંત તથા દીકરો મેઘના તથા પૂજા પણ હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજે 1994માં તમિળ એક્ટ્રેસ લલિતા સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી પ્રકાશ રાજને બે દીકરીઓ છે. દીકરા સીધુનું પાંચ વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. 2009માં પ્રકાશ રાજ તથા લલિતાએ એકબીજાને ડિવોર્સ આપી દીધા હતા. ત્યાર બાદ 45 વર્ષની ઉંમરમાં પ્રકાશ રાજે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે 2010માં લગ્ન કર્યાં હતાં. પ્રકાશ રાજ પત્ની પોની કરતાં 12 વર્ષ મોટો છે. લગ્નના પાંચ વર્ષ બાદ એટલે કે 2015માં પોનીએ દીકરા વેદાંતને જન્મ આપ્યો હતો.

Whatsapp Join Banner Guj