cyclone

Aasani cyclone effect:અસાની સાઇક્લોને લીધુ ગંભીર રુપ, 110ની ગતિથી ચાલી રહી છે હવા- વાંચો વિગત

Aasani cyclone effect: પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર તેની અસરને જોતા ત્રણ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ

નવી દિલ્હી, 09 મેઃ Aasani cyclone effect: રવિવારે સાંજે આ ભીષણ ચક્રવાતી તોફાનમાં બદલાય ગયુ છે. પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર તેની અસરને જોતા ત્રણ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.. ભારે વરસાદની આશંકા છે. આગામી 24 કલાક ભારે વીતવાના છે. જો કે મોસમ વિભાગનુ કહેવુ છે કે જે રીતે સંકેત મળી રહ્યા છે તેનાથી લાગી રહ્યુ છે કે આ વાવાઝોડુ પૂર્વી તટના સમાનાંતર ચાલશે અને ઓડિશા અને આંધ્ર પ્રદેશને અડીને નીકળી જશે.

આઈએમડીએ કહ્યુ કે ઓડિશાના દરિયાકિનારા જીલ્લા અને પશ્છિમ બંગાળની રાજધાની કલકત્તા સહિત રાજ્યના દક્ષિણી ભાગમાં મંગળવારથી હળવાથી મધ્યમ વરસાદ થવાની આશંકા છે. માછીમારોને સલાહ આપવામાં આવી છે કે 10 મે ના રોજ આગામી સૂચના સુધી સમુદ્રમાં અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારાઓ પર ન જાય.

આ પણ વાંચોઃ Priyanka’s daughter came home: આખરે પ્રિયંકા અને નિકની દીકરી ઘરે આવી, એક્ટ્રેસે ફોટો શેર કરવાની સાથે લખી ઇમોશનલ પોસ્ટ

હવામાન વિભાગ મુજબ ઓડિશા તટ પાસે સમુદ્રની સ્થિતિ નવ મે ના રોજ ખરાબ અને 10 મેના રોજ અત્યાધ્હિક ખરાબ થઈ જશે. સમુદ્રમાં હવાની ગતિ 10 મે થી વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની આશંકા છે.

પ્રશ્ન થશે કે અસાની ચક્રવાતનો મતલબ શું થાય, તો જણાવી દઇએ કે, હવામાન વિભાગ મુજબ ચક્રવાતી વાવાઝોડુ નામ અસાની રાખવામાં આવ્યુ છે. જે ક્રોધ માટે ઉપયોગમાં લેવાતી સિંહલી ભાષાનો શબ્દ છે. આ વાવાઝોડુ અંડમાન દ્વીપ સમૂહમાં પોર્ટ બ્લેયરથી 380 કિલોમીટર પશ્ચિમ બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં આવેલુ છે.

આ પણ વાંચોઃ Crime against 31 M.S students protesting: વડોદરાની MS યુનિવર્સિટીમાં વિરોધપ્રદર્શન કરનારા 31 વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો, વાંચો શું છે વિવાદ?

Gujarati banner 01