rajkummar rao wedding

Rajkummar rao wedding: રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્નની જયપુરમાં તૈયારીઓ શરૂ

Rajkummar rao wedding: રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્ન ૧૦,૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ થશે

બોલિવુડ ડેસ્ક, 11 નવેમ્બરઃRajkummar rao wedding: બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ સર્જાયો છે. એક બાજુ કેટરિના કૈફ અને વિક્કી કૌશલના રોકા થયા છે અને લગ્નની વાત છે. જ્યારે બીજી બાજુ રાજ કુમાર રાવ અને પત્રલેખા લગ્ન કરી રહ્યા છે. 

રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્ન ૧૦,૧૧ અને ૧૨ નવેમ્બરના રોજ થવાના છે. તેઓ જયપુરમાં લગ્ન કરવાના છે જ્યાં તેમના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. કહેવાય છે કે, આ એક પારંપારિક લગ્ન હશે જેમાં યુગલે પોતાના નજીકના મિત્રો અને સંબંધીઓને આમંત્રણ આપ્યું છે.

રાજ કુમાર રાવ અને પત્રલેખાના સંબંધો છેલ્લા દસ વરસથી છે. પત્રલેખાએ ફિલ્મ સિટી લાઇટસથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જેમાં તેની ઓપોઝિટ રાજ કુમાર રાવ હતો. 

આ પણ વાંચોઃ Girnar parikrama: ગીરનાર ખાતે 400 સાધુ-સંતો જ કરી શકશે પરિક્રમા, સામાન્ય લોકો નહીં લઇ શકે ભાગ

Whatsapp Join Banner Guj