fifth wave

Fifth wave of covid: કોરોનાની ત્રીજી લહેરની અટકળો વચ્ચે આ દેશમાં પાંચમી લહેરની શરુઆત

Fifth wave of covid: ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ પહેલા અમારા પાડોશી દેશો પણ પાંચમી લહેરનો સામનો કરી ચુકયા

નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Fifth wave of covid: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં તેની થઈ રહેલી અટકળો વચ્ચે યુરોપના દેશો કોરોનાની પાંચમી લહેરનો સામનો કરી રહ્યા છે.યુરોપના સૌથી મોટા પૈકીના એક દેશ ફ્રાંસમાં કોરોનાની પાંચમી લહેરની શરુઆત થઈ ચુકી છે.ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રીએ પણ આ વાતને સમર્થન આપ્યુ છે અને કહ્યુ છે કે, આ પહેલા અમારા પાડોશી દેશો પણ પાંચમી લહેરનો સામનો કરી ચુકયા છે.

સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને મીડિયાને આપેલા  ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, દેશમાં પાંચમી લહેર શરુ થઈ હોય તેવુ દેખાઈ રહ્યુ છે.પાડોશી દેશોમાં પાંચમી લહેર આવી ચુકી છે અને આ દેશોના ડેટા જોતા લાગે છે કે, પાંચમી લહેર અગાઉ કરતા વધારે ખતરનાક સાબિત થશે.અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે, કોવિડ પ્રોટોકોલનુ પાલન કરો.

આ પણ વાંચોઃ Rajkummar rao wedding: રાજ કુમાર રાવ અને પત્રલેખાના લગ્નની જયપુરમાં તૈયારીઓ શરૂ

તેમણે કહ્યુ હતુ કે, વેક્સીનેશનનો વ્યાપ વધારીને અને બીજા ઉપાયો કરીને પાંચમી લહેરને નબળી પાડી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે, ફ્રાંસમાં કોરોનાના 73.45 લાખ કેસ નોંધાઈ ચુકયા છે અને કોરોનાના કારણે ફ્રાંસમાં 1.19 લાખ લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે.

Whatsapp Join Banner Guj