rakul jaiky wedding 1 1

Rakul jackky wedding: લગ્નના બંધનમાં બંધાયા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, જુઓ ફોટોઝ

Rakul jackky wedding: બોલિવુડ સેલિબ્રિટીએ ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. 

બોલિવુડ ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃRakul jackky wedding: ફિલ્મ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને નિર્માતા અને એક્ટર જેકી ભગનાની લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

રકુલ પ્રીત સિંહ અને એક્ટર જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નની ઘણી ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. 

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

લગ્નની તસવીરો શેર કરતી વખતે, રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું- અત્યારે અને હંમેશા માટે મારો. હવે બંને ભગનાની.” શેર કરેલી પહેલી તસવીરમાં જેકી ડાર્ક ચશ્મા પહેરેલો જોવા મળે છે. રકુલ અને જેકી બંને એકબીજાના હાથ પકડેલા જોવા મળે છે અને બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. 

આ પણ વાંચોઃ Farmer Protest update: પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતો દ્વારા ભારે હંગામો, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

લગ્નની આ સામે તસવીરોમાં રકુલ અને જેકી સુંદર લાગી રહ્યા છે. લગ્નની તસવીર સામે આવતાની સાથે જ ફેન્સ અને ફિલ્મ સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો