Farmer Protest update

Farmer Protest update: પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતો દ્વારા ભારે હંગામો, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા

Farmer Protest update: મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલયે પંજાબ અને હરિયાણા સરકારને એડવાઈઝરી જાહેર કરી છે.

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: Farmer Protest update: દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવ વધી રહ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલયે પંજાબ અને હરિયાણા સરકારને એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં ગૃહ મંત્રાલયે પંજાબ અને હરિયાણાની સરકારોને કોઈપણ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જણાવ્યું છે. બંને રાજ્યોને એમ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છે.

વિરોધ કરી રહેલા ખેડૂતો શંભુ બોર્ડરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતોને ભગાડવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા છે. બેરિકેડીંગ હટાવવા માટે ખેડૂતો પોતાની સાથે જેસીબી અને પોકલેન પણ સાથે લઈ જઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Supreme courts big decision: મહિલાના લગ્ન થઈ જવાના કારણે તેને નોકરીમાંથી છૂટી નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, પંજાબ સરકારે ગૃહ મંત્રાલયને જવાબ આપ્યો છે. પંજાબ સરકારે કહ્યું છે કે એ કહેવું સંપૂર્ણપણે ખોટું છે કે પંજાબ સરકાર શંભુ અને ધાભી-ગુર્જન બોર્ડર પર લોકોને એકઠા થવા દઈ રહી છે. અત્યાર સુધીમાં, હરિયાણા પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ, રબરની ગોળીઓ, શારીરિક બળ અને ડ્રોનના કારણે 160 થી વધુ લોકો ઘાયલ થયા છે, તેમ છતાં પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે. પંજાબ સરકારે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે પગલાં લેવામાં આવશે. પંજાબ પોલીસ વતી ડીઆઈજી રેન્કના આઈપીએસ અને પીપીએસ અધિકારીઓ સહિત 2000 પોલીસકર્મીઓ શાંતિ જાળવવા માટે કામ કરી રહ્યા છે.

ખેડૂતોના આંદોલન અંગે ઝજ્જર (હરિયાણા)ના એસપી અર્પિત જૈને કહ્યું કે અમે દિલ્હી બોર્ડર પર કુલ 10 કંપનીઓ તૈનાત કરી છે. અમે દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. લોકોને ટ્રાફિક એડવાઈઝરીનું પાલન કરવાની અપીલ છે. પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર લગભગ 10 હજાર લોકોની ભીડ છે. તેમની પાસે લગભગ 1200 ટ્રેક્ટર અને ટ્રોલી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો