Rhea wedding photos

Rhea wedding photos: પરિવારના સભ્યોની હાજરીમાં અનિલ કપૂરની બીજી દીકરીએ ઘરમાં જ લગ્ન કર્યા, તસવીરોમાં જુઓ

Rhea wedding photos: ઘરની બહાર ઊભા રહેલા ફોટોગ્રાફર્સને અનિલ કપૂરે મીઠાઈ વહેંચી હતી.

બોલિવુડ ડેસ્ક, 15 ઓગષ્ટઃ Rhea wedding photos: અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરના 14 ઓગસ્ટના રોજ સાંજના બોયફ્રેન્ડ કરન બુલાની સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન અનિલ કપૂરના જુહૂ સ્થિત બંગલોમાં જ યોજવામાં આવ્યા હતા. કોરોનાકાળની વચ્ચે યોજાયેલા આ લગ્નમાં પરિવારના નિકટના સભ્યો તથા ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા.

લગ્નમાં અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂર તથા ખુશી કપૂર, અર્જુન તથા અંશુલા આવ્યા હતા. અનિલના નાના ભાઈ સંજય કપૂરનો પૂરો પરિવાર આવ્યો હતો. શનાયા કપૂર લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી. જાહન્વી કપૂર દિલ્હીમાં પંજાબી સિંગર શ્રેય સિંઘલની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહી હતી અને તેથી જ તેણે બહેનના લગ્ન મિસ કર્યા હતા. લગ્નમાં ફેશન ડિઝાઈનર તથા રિયા કપૂરના ખાસ ફ્રેન્ડ મસાબા ગુપ્તા પણ જોવા મળી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી.

31841bc4 6b66 4e04 b6c8 7734f4348fe7

ઘરની બહાર ઊભા રહેલા ફોટોગ્રાફર્સને અનિલ કપૂરે મીઠાઈ વહેંચી હતી. તેણે મીઠાઈ વહેંચતા સમયે કહ્યું હતું, ‘દિલથી આપી રહ્યો છું, આશીર્વાદ આપો, દુઆ આપો, તમારા લોકોની શુભેચ્છા આપો, તમારો ખૂબ ખૂબ આભાર. જે રીતે સોનમને તમે શુભેચ્છા પાઠવી હતી, આજે રિયાને પણ શુભેચ્છા આપો. પ્લીઝ..’

આ પણ વાંચોઃ Delta plus variant: વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ફેલાવનારા ડેલ્ટા વેરિઅન્ટની દેશમાં એન્ટ્રી, મહારાષ્ટ્રમાં 5ના મોત- 66 કેસ નોંધાયા

Whatsapp Join Banner Guj