Delta plus variant

Delta plus variant: વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ફેલાવનારા ડેલ્ટા વેરિઅન્ટની દેશમાં એન્ટ્રી, મહારાષ્ટ્રમાં 5ના મોત- 66 કેસ નોંધાયા

Delta plus variant: વૃદ્ધાંના મોત પછી તેમના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા અન્ય બે લોકો ડેલ્ટા વેરિઅન્ટની ઝપેટમાં આવ્યા હોવાનું જણાયું છે. આ વાઈરસ અત્યંત ચેપી છે

મુંબઇ, 15 ઓગષ્ટઃ Delta plus variant: વિશ્વમાં કોરોનાનો પ્રકોપ ફેલાવનારા ડેલ્ટા વેરિઅન્ટના મહારાષ્ટ્રમાં ૬૬ દર્દીઓ નોંધાતા અને તેમાંથી પાંચના મોત થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. ડેલ્ટા વેરિઅન્ટનો ભોગ બનનારા દર્દીઓમાંથી કેટલાકે તો કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. દરમિયાન દેશમાં શનિવારે કોરોનાના નવા ૩૮,૬૬૭ કેસ નોંધાયા હતા તથા વધુ ૪૭૮નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ ૩.૨૧ કરોડને પાર થયા હતા જ્યારે મૃત્યુઆંક ૪.૩૦ લાખ થયો હતો.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ ભાગોમાંથી દર્દીઓના નમૂનાના જિનોમ સિક્વન્સની તપાસમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિઅન્ટના ૬૬ કેસ હોવાનું જણાયું હતું. મુંબઈમાં કોરોના વાઈરસના ડેલ્ટા સ્વરૂપથી ૬૩ વર્ષીય મહિલાના મોતનો પહેલો કેસ સામે આવ્યો છે. 

આ પણ વાંચોઃ Haiti Earthquake: હૈતીમાં શનિવારે 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, 304 લોકોના મોત- 1,800 લોકો ઘાયલ

બીએમસીના એક અધિકારીએ કહ્યું કે વાયરસના આ સ્વરૂપથી જુલાઈના અંતિમ સપ્તાહમાં જીવ ગુમાવનારાં આ વૃદ્ધાંએ કોરોના વિરોધી રસીના બંને ડોઝ લીધા હતા. વૃદ્ધાંના મોત પછી તેમના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા અન્ય બે લોકો ડેલ્ટા વેરિઅન્ટની ઝપેટમાં આવ્યા હોવાનું જણાયું છે. આ વાઈરસ અત્યંત ચેપી છે.

બીજીબાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં સતત છેલ્લા ૪૮ દિવસથી કોરોનાના દૈનિક કેસ ૫૦,૦૦૦થી નીચે નોંધાયા છે. જોકે, એક્ટિવ કેસ વધીને ૩.૮૭ લાખ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૨,૪૪૬નો વધારો નોંધાયો હતો. કોરોનાથી અત્યાર સુધીમાં કુલ ૩.૧૩ કરોડથી વધુ દર્દીઓ સાજા થયા છે જ્યારે મૃત્યુદર ૧.૩૪ ટકા જેટલો છે. 

આ પણ વાંચોઃ Public V/s Government: આ આસુંઓમાં ભરી છે દેશદાઝ !

કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૭૩ ટકા હતો, જે છેલ્લા ૧૯ દિવસથી ૩ ટકાથી નીચે છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૨.૦૫ ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૫૩.૬૧ કરોડ ડોઝ અપાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

Whatsapp Join Banner Guj