Shailesh Lodha reacts on Social Media

Shailesh lodha sarcasm: સીરિયલમાં નવા તારક મહેતાની એન્ટ્રી બાદ શૈલેષ લોઢાનો અસિત મોદી પર કટાક્ષ, કવિતા દ્વારા કહી મનની વાત

Shailesh lodha sarcasm: તારક મહેતા તરીકે શૈલેષ લોઢાની માંગ કરી રહ્યાં છે દર્શકો

મનોરંજન ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃShailesh lodha sarcasm: જાણીતી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવા તારક મહેતાની એન્ટ્રી થઇ છે. આ રોલ સચિન શ્રોફ પ્લે કરી રહ્યો છે. પહેલાં આ રોલ શૈલેષ લોઢા પ્લે કરતા હતા. દર્શકો હજી પણ શૈલેષ લોઢાને પરત લાવવામાં આવે તે માગણી કરી રહ્યા છે. આ દરમિયાન શૈલેષ લોઢાએ સો.મીડિયામાં ગૂઢાર્થ પોસ્ટ શૅર કરી છે. યુઝર્સ એવું માની રહ્યા છે કે આ પોસ્ટ અસિત મોદી માટે છે.

2 1663139789

તાજેતરમાં જ શૈલેષ લોઢાએ પોસ્ટમાં ઘણું બધું કહી દીધું છે. એક્ટરે આ પોસ્ટમાં કોઈ પણ વ્યક્તિનું નામ લીધું નથી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા યુઝર્સ એમ જ માને છે કે આ કટાક્ષ ‘તારક મહેતા..’ના પ્રોડ્યૂસર અસિત મોદી પર જ કરવામાં આવ્યો છે. શૈલેષે પોતાની હસતી તસવીર શૅર કરી છે અને કેપ્શનમાં કહ્યું હતું, ‘આજની વ્યક્તિ પર એક લેટેસ્ટ વ્યંગ્ય કવિતા.’

આ પણ વાંચોઃ FCI Recruitment 2022: 5000થી વધુ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી, જાણો તમામ વિગત

આ છે કવિતા
મેરા હી ચેહરા સબ સે બડા હો
યાર તુમ કિતને અસુરક્ષિત ઔર ડરે હો
પરિભાષા તક નહીં જાનતે ઈમાન કી
ઈતની બાર અપના કહીં બદલતે હો
કીંમત તો પતા હી નહીં જુબાન કી
અગર આત્મા હોતી તુમ મેં તો પૂછતા
ક્યા કભી ઉસે ટટોલા થા
વૈસે એક સવાલ જરૂર હૈ
આખિરી બાર તુમને સચ કબ બોલા થા?
#શૈલેષકીશૈલી

શૈલેષ લોઢાની આ પોસ્ટ ત્યારે આવી છે, જ્યારે નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફનું કાસ્ટિંગ કન્ફર્મ થયું. શૈલેષ તથા અસિત મોદી વચ્ચે તણાવ હતો. ઇન્ટરવ્યૂમાં બંને વચ્ચે કોલ્ડ વૉર હોવાનું સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

આ પણ વાંચોઃ Urvashi apologizes to Rishabh: ઉર્વશી રૌતેલાએ હાથ જોડી આ ક્રિકેટરની માંગી માફી- જાણો શું છે મામલો?

Gujarati banner 01