Ministry of External Affairs has helped Indian students

Ministry of External Affairs has helped Indian students: વિદેશ મંત્રાલયએ ચીનમાં ભાષા અને ચિકિત્સા શિક્ષાથી પરેશાન ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલી દૂર કરી

Ministry of External Affairs has helped Indian students: ચીનમાંથી માત્ર 16% ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓએ ભારતમાં તબીબી પ્રેક્ટિસ કરવા માટે પરીક્ષા પાસ કરી હતી

નવી દિલ્હી, 14 સપ્ટેમ્બર: Ministry of External Affairs has helped Indian students:જ્યારથી કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી, વિદેશ મંત્રાલય (MEA) એ સુનિશ્ચિત કર્યું છે કે વિદેશમાં વસતા વિદેશી ભારતીયોની તમામ ચિંતાઓને સૌથી વધુ સર્વગ્રાહી રીતે સંબોધવામાં આવે. વિદેશ મંત્રાલય મુખ્યત્વે વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્પર્શતા દરેક મુદ્દા પર ધ્યાન આપે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 25 માર્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી હતી જેથી કોવિડના નિયંત્રણોના સમયે ચીનથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી સુગમ થઇ શકે.

બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે 8 સપ્ટેમ્બરના રોજ ચાઇનીઝ મેડિકલ સ્કૂલોમાં અભ્યાસ અંગે વિગતવાર એડવાઇઝરી જારી કરી હતી, કારણ કે બેઇજિંગમાં ભારતીય દૂતાવાસને ચીનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવા ઇચ્છતા સંભવિત ભારતીય વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે અનેક પ્રશ્નો મળી રહ્યા હતા.

આ પણ વાંચોઃ Shailesh lodha sarcasm: સીરિયલમાં નવા તારક મહેતાની એન્ટ્રી બાદ શૈલેષ લોઢાનો અસિત મોદી પર કટાક્ષ, કવિતા દ્વારા કહી મનની વાત

એડવાઇઝરીમાં, ભારતીય દૂતાવાસે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ અંગેનો ડેટા શેર કર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે 2015 થી 2021 સુધી, ચીનમાં મેડિસિનનો અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓમાંથી માત્ર 16%એ જ મેડિસિન પ્રેક્ટિસ કરવા વિદેશી ચિકિત્સા સ્નાતક પરીક્ષા (FMGE) પાસ કરી હતી. આ આંકડો ચીનમાં ચિકિત્સા શિક્ષાની ખરાબ ગુણવત્તાને પ્રદર્શિત કરે છે.

ચીનમાં શિક્ષણની ગુણવત્તાના લીધે બહુ ઓછા વિદ્યાર્થીઓ ડૉક્ટર બન્યા છે. તે સિવાય અન્ય મુદ્દાઓ પણ છે. તેમાંથી એક સમસ્યા ભાષાની છે. અભ્યાસક્રમ અંગ્રેજીમાં હોવા છતાં, અગાઉના ભારતીય વિદ્યાર્થીઓ કે જેમણે ચીનમાં અભ્યાસ કર્યો હતો, તેમણે જણાવ્યું કે પ્રોફેસરોને સમજવામાં તેમને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. રોગચાળાની શરૂઆત પછીનો બીજો મુખ્ય મુદ્દો ચીનની ‘ડાયનેમિક ઝીરો કોવિડ પોલિસી’ છે, જે અવરજવર પર કડક નિયંત્રણો લાદે છે અને અભ્યાસને અસર કરી શકે છે. આ નીતિ સતત બદલાતી રહે છે અને વિદ્યાર્થીઓને ઘણી વખત ઘરેથી દૂર રહેવું પડે છે.

ચીને અગાઉ પણ વિઝા પ્રતિબંધો લાદ્યા હતા જેના કારણે ચીનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવનારા 23,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતાં. વિદેશ પ્રધાન જયશંકરના પ્રયાસોથી, તેમના ચીની સમકક્ષ સાથે સતત વાટાઘાટો પછી, ભારતીય વિદ્યાર્થીઓને પરત ફરવા અને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા માટે તાજેતરમાં પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ FCI Recruitment 2022: 5000થી વધુ નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે ભરતી, જાણો તમામ વિગત

Gujarati banner 01