Siddharth shukla 1

Siddharth shukla last post: અવસાન પહેલા સિધ્ધાર્થ શુક્લાએ સોશિયલ મીડિયા પર કરી હતી આ છેલ્લી પોસ્ટ

Siddharth shukla last post: સિધ્ધાર્થ શુક્લાએ પોતાની આખરી સોશિયલ મીડિયા પોસ્ટ 24 ઓગસ્ટે કરી હતી

બોલિવુડ ડેસ્ક, 02 સપ્ટેમ્બરઃ Siddharth shukla last post: જાણીતા ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર સિધ્ધાર્થ શુક્લાના હાર્ટ એટેકથી થયેલા મોત બાદ લાખો ચાહકો આઘાતમાં છે.

આખા દેશને સિધ્ધાર્થની મોતની ખબરે હચમચાવી દીધો છે. સિધ્ધાર્થ શુક્લાએ પોતાની આખરી સોશિયલ મીડિયા પોસ્ટ 24 ઓગસ્ટે કરી હતી. આ પોસ્ટમાં તે લાઈફ લાઈન ગ્રાફ સાથે નજરે પડ્યો હતો.

સિધ્ધાર્થે લાઈફ લાઈન ગ્રાફ સાથેના પોસ્ટર સાથે શેર કરેલી તસવીર પર લખ્યુ હતુ કે, આ તસવીર એ નાયકો માટે છે જેમના આપણે આભારી છે. સિધ્ધાર્થનો ઈશારે કોરોના વોરિયર્સ તરફ હતો. જેમણે કોરોનાની બીજી લહેરમાં લોકોના જીવ બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કર્યા હતા.
આ પણ વાંચોઃ Monsoon update: સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ : ૧૨ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ

સિધ્ધાર્થ શુક્લા બિગ બોસનો વિનર પણ હતો અને આ શો બાદ તેના ચાહકોની સંખ્યામાં ભારે વધારો થયો હતો. સિધ્ધાર્થે રાત્રે સુતા પહેલા કોઈક દવા લીધી હતી. જોકે આ દવા કઈ હતી તેની જાણકારી હજી સુધી કોઈને નથી. હોસ્પિટલે કહ્યુ છે કે, સિધ્ધાર્થનુ મોત હાર્ટ એટેકથી જ થયુ છે.

Whatsapp Join Banner Guj