Sonu sood image

Sonu sood: સોનૂ એક જ દિવસે આવેલી આટલી મદદના જવાબમાં કહ્યું- આ શક્ય નથી…બધાની મદદ કરીશ તો 2035નું વર્ષ આવી જશે..

sonu sood: સોનુ સૂદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મદદ માંગી રહેલા લોકોને જવાબ આપવાની વચ્ચે એક પોસ્ટ શેર કરી છે.

બોલિવુડ ડેસ્ક, 10 મેઃ Sonu sood: સિનેમા જગતના રિયલ હિરો સોનુ સૂદ(Sonu sood) લોકોના મસીહા બની ગયા છે. સોનુ સૂદ પાસે લોકો ટ્વિટરના માધ્યમથી મદદ માંગી રહ્યાં છે. સોનુ સૂદે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મદદ માંગી રહેલા લોકોને જવાબ આપવાની વચ્ચે એક પોસ્ટ શેર કરી છે.

સોનૂ સૂદે(Sonu sood) ટ્વિટમાં લખ્યું છે કે, “કાલે મને લગભગ 4660 મદદ માટેની અપીલ મળી… અમે અમારા તરફથી બધા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ, પણ અમે બધા સુધી પહોંચી શકતા નથી. જો અમે બધા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો મને 14 વર્ષ લાગી જશે. એટલે કે 2035”

Sonu sood

સોનુની(Sonu sood) આ વાતને સૌ કોઇ સમર્થન આપી રહ્યાં છે. ઉલ્લેખની છે કે સોનુએ પહેલા લોકડાઉન સમયે લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. હવે સોનુ ઓક્સિજન, રેમડેસિવિર, દવાઓ, વેન્ટિલેટર, એમ્બ્યુલન્સ, હોસ્પિટલમાં બેડ વગેરેની સહાય કરી રહ્યો છે.

Sonu sood

આ પણ વાંચો…..

Vadodra: ખાસ ફરજ પરના અધિકારીની ગોત્રી હોસ્પિટલની મધ્ય રાત્રિ મુલાકાતે- વાંચો સંપૂર્ણ અહેવાલ