વડાપ્રધાન બનવાની વાતને લઇ સોનૂ સૂદે(Sonu sood) આપી આવી પ્રતિક્રિયા….વાંચો શું કહ્યું રિયલ હિરોએ…

બોલિવુડ ડેસ્ક, 12 મેઃ દેશની કપરી પરિસ્થિતિમાં આ રિયલ હિરો લોકોની મદદે પહોંચ્યો છે. જી, હાં વાત કરી રહ્યાં છીએ બોલિવુડ એક્ટર સોનુ સુદ(Sonu sood) વિશે…હાલ સોનુ સૂદ લોકોને તેમનાં ઘરે પહોંચાડવાથી લઈને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવા સુધી દરેકને મદદ કરી રહ્યો છે. હંમેશની જેમ, આજે પણ સોનુ સૂદ લોકોની સંભાળ રાખી રહ્યો હતો જ્યારે તેણે તેના મકાનની નીચે લોકોનું ટોળું ઊભેભું જોયું, ત્યારે તે નીચે આવ્યો અને બધાને શરબત -જ્યૂસ પીવડાવ્યો.

સોનુ સૂદે(Sonu sood) લોકોને પોતાના હાથથી રસ આપ્યો. આ દરમિયાન ઘણા પાપારાઝી પણ હાજર હતા. સોનુએ તેમને પણ રસ પણ આપ્યો. ઉનાળાની ઋતુમાં લોકોને શરબત આપીને સોનુએ લોકોને ગરમીથી થોડી રાહત આપી હતી. આ સમય દરમિયાન ઘણા લોકોએ કહ્યું કે સોમુ સુદને વડા પ્રધાન બનાવવા જોઈએ. આ વાત સાંભળીને સોનુ સૂદે જવાબ આપ્યો, જે જ્યાં છે તે ત્યાં યોગ્ય છે. સામાન્ય માણસ તરીકે જ યોગ્ય છું. તમારા લોકોની સાથે તો ઊભો છું.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી સોનુ સૂદ(Sonu sood)ને આગામી વડા પ્રધાન બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ સોનુ સૂદને વડાપ્રધાન બનવા માટે કહ્યું. આ લોકોમાં રાખી સાવંત પણ શામેલ છે. સોનુ સૂદ છેલ્લા 13 મહિનાથી લોકોને સતત મદદ કરી રહ્યો છે. કોરોના સંક્રમણની પ્રથમ લહેર સાથે જ સોનુસૂદે લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. રાખીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે સોનુ સૂદ અને સલમાન ખાનને દેશના વડા પ્રધાન બનાવવાની વાત કરી રહી છે. રાખી કહેતી જોવા મળે છે કે સોનુ સૂદ અને સલમાન ખાન દેશની જનતા માટે જે રીતે કામ કરી રહ્યા છે, આપણે તેમને વડા પ્રધાન બનાવવા જોઈએ.

ADVT Dental Titanium

આ પણ વાંચો….

દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો(24×7 power supply) મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા- વાંચો વિગતે માહિતી