Tata Demerger

Tata Demerger: ટાટા ગ્રુપે પોતાની કંપની વિશે કરી મોટી જાહેરાત, આ બે વિભાગમાં વહેચાશે કંપનીઓ, શેરધારકોનો રહેશે હિસ્સો- વાંચો વિગત

Tata Demerger: સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવાયું છે કે ડી-મર્જર NCLT વ્યવસ્થા યોજના દ્વારા લાગુ કરવામાં આવશે

બિઝનેસ ડેસ્ક, 05 માર્ચઃ Tata Demerger: ટાટા ગ્રુપે ટાટા મોટર્સને લઇ મોટી જાહેરાત કરી છે. જી, હાં Tata Motors દ્વારા સોમવારે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, તે આ ડી-મર્જર હેઠળ તેના બિઝનેસને બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજિત કરશે. એક યુનિટમાં કોમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસ અને તેના સંબંધિત રોકાણોનો સમાવેશ થશે, જ્યારે બીજા યુનિટમાં પર્સનલ વ્હિકલ (PV), ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), JLR અને તેના સંબંધિત રોકાણોનો સમાવેશ થશે. સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવાયું છે કે ડી-મર્જર NCLT વ્યવસ્થા યોજના દ્વારા લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mauritius fire news: મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાઇ દુર્ઘટનામા 6 લોકોના મોત નીપજ્યા-એસ.જયશંંકર શોક વ્યક્ત કર્યો

ડી-મર્જર પછી, ટાટા મોટર્સ લિમિટેડ (Tata Motors Ltd)ના તમામ શેરધારકો બંને લિસ્ટેડ કંપનીઓમાં સમાન હિસ્સો રાખવાનું ચાલુ રાખશે. કંપની વતી, એવું કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનો, પેસેન્જર વાહનો અને જગુઆર લેન્ડ રોવર બિઝનેસે વિવિધ વ્યૂહરચનાઓ સફળતાપૂર્વક અમલમાં મૂકીને મજબૂત પ્રદર્શન આપ્યું છે. વર્ષ 2021 થી, આ ત્રણેય વ્યવસાયો તેમના સંબંધિત સીઈઓ હેઠળ સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે.

નોંધનીય છે કે Tata Motors Ltd ના શેર છેલ્લા કેટલાક દિવસોથી સતત પ્રદર્શન કરી રહ્યા છે. સોમવારે આ શેર લીલા નિશાન પર રૂ. 988.90 પર બંધ થયો હતો. Tata Motors Share 0.56 ટકા વધ્યો હતો.સોમવારે તે રૂ. 995ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો. કંપનીની માર્કેટ મૂડી 3.62 લાખ કરોડ રૂપિયા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો