Aadhar Card update

Aadhaar FaceRD: આધાર કાર્ડનું નવુ ફીચર, હવે ચહેરાથી કરી શકશો આ કામ-વાંચો, શું થશે ફાયદો ?

Aadhaar FaceRD: Aadhaar FaceRD એપ્લિકેશન ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિનો ચહેરો કેપ્ચર કરે છે.

નવી દિલ્હી, 27 જુલાઇઃ Aadhaar FaceRD: આધાર કાર્ડમાં હવે ફેસ ઓથેન્ટિકેશન પણ થઇ શકશેપહેલા બાયોમેટ્રિક અને આઈરીસ ડેટાથી થતું ફીઝીકલ ઓથેન્ટિકેશનઘણા સરકારી અને બીજા કામના ઓથેન્ટિકેશનમાં થશે મદદરૂપભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. આધાર કાર્ડમાં તમારું નામ, જન્મ તારીખ, સરનામું અને આધાર નંબર જેવી વિગતો છે. આધાર કાર્ડ પર તમારો બાયોમેટ્રિક અને આઈરીસ ડેટા પણ ઉપલબ્ધ છે.

Aadhaar FaceRD લોન્ચઆધાર કાર્ડ ધારકો હવે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમની ઓળખની પુષ્ટિ કરી શકે છે. આ માટે UIDAIએ એક એપ લોન્ચ કરી છે. તેને Aadhaar FaceRD નામ આપવામાં આવ્યું છે. યુઆઈડીએઆઈ દ્વારા આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી ઈન-હાઉસ વિકસાવવામાં આવી છે. Aadhaar FaceRD એપ્લિકેશન ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધાર ઓથેન્ટિકેશન માટે વ્યક્તિનો ચહેરો કેપ્ચર કરે છે.

ઘણા કામોની મદદમાં લેવાશેફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ આધાર સાથે સંબંધિત વિવિધ એપ્લિકેશન્સ જેમ કે જન્મ દાખલો, રાશન વિતરણ, કોવિન-રસીકરણ એપ્લિકેશન, ખેડૂત કલ્યાણ યોજનાઓ માટે કરી શકાય છે. ફેસ ઓથેન્ટિકેશન ફીચર ઓટીપી વગર કામ કરે છે. યુઆઈડીએઆઈના જણાવ્યા અનુસાર આધાર ધારકોની ઓળખ, જેમાં તેમનો આધાર નંબર અને કોઈપણ જનસાંખ્યિક અથવા બાયોમેટ્રિક ડેટાનો સમાવેશ થાય છે, તેને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરીને સેન્ટ્રલ આઇડેન્ટિટી ડેટા રિપોઝિટરીમાં સ્ટોર કરી શકાય છે.

આ પણ વાંચોઃ Tiger disha breakup: છ વર્ષના ડેટિંગ બાદ ટાઇગર શ્રોફ અને દિશા પટનીએ થયુ બ્રેકઅપ, વાંચો વિગત

કોઈ પણ જગ્યાએથી થશે ફિઝિકલ આઇડેન્ટિફિકેશનઆધાર ફેસઆરડી એપને લોન્ચ કર્યા બાદ હવે આધાર ધારકોએ સ્થાનિક આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઇને આઇરિસ અને ફિંગરપ્રિન્ટ સ્કેનનો ઉપયોગ કરીને ફિઝિકલ આઇડેન્ટિફિકેશન કરવાની જરૂર નથી. કારણ કે આ એપની મદદથી આધાર ઓથેન્ટિકેશન ગમે ત્યાંથી અને ગમે ત્યારે કરી શકાય છે.

આ રીતે એપ્લિકેશનથી પ્રમાણિત કરો

  • આધાર ફેસ આરડી એપ્લિકેશન સાથે આધારને પ્રમાણિત કરવું એકદમ સરળ છે.
  • આ માટે તમારે તમારા ફોનમાં એપ ઈન્સ્ટોલ કરવી પડશે.
  • આ એપથી આધાર ઓથેન્ટિકેશન માટે એ જરૂરી છે કે બેકગ્રાઉન્ડ ક્લિયર હોય.

સ્ટેપ નીચે મુજબ છે

  • ગૂગલ પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ અને Aadhaar FaceRD શોધો.
  • એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.- હવે એપ્લિકેશન ખોલો.
  • ઓન-સ્ક્રીન ફેસ ઓથેન્ટિકેશન ગાઇડને અનુસરો અને ‘Proceed’ પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ Electricity bill 3400 crores: ઘરનું વીજળી બિલ 3400 કરોડ, ઉર્જા મંત્રીના શહેરમાં મોટી બેદરકારી- એક કર્મચારી ડિસમિસ, એક સસ્પેન્ડ

આ પણ વાંચોઃ BJP leader killed: ભાજપના નેતાની હત્યા, દુકાનની સામે જ કુહાડીના ઘા મારીને કરી ઘાતકી હત્યા

Gujarati banner 01