woman gets emotional seeing arun govil

woman gets emotional seeing arun govil: એરપોર્ટ પર ‘રામાયણ’ના ફૅમ અરુણ ગોવિલને જોઈને મહિલાએ પગે પડીને આશીર્વાદ લીધા- જુઓ વીડિયો

woman gets emotional seeing arun govil: અરુણ ગોવિલે પણ મહિલાનું સન્માન કર્યું અને તેને ઊભા કરીને ગળે લગાવી લીધા

મુંબઇ, 04 ઓક્ટોબરઃ woman gets emotional seeing arun govil: એક સમય હતો જ્યારે લોકો ટીવી પર રામાયણ જોવા માટે આતુરતાથી રાહ જોતા હતા. રામાનંદ સાગરની રામાયણમાં રામનો રોલ અરુણ ગોવિલે કર્યો હતો. અરુણ ગોવિલે ભગવાન રામના પાત્રમાંપોતાનો જીવ રેડી દીધો. લોકો તેમને હકીકતમાં દેવતા માનવા લાગ્યા હતા. આટલા વર્ષો પછી આજે પણ અરુણ ગોવિલ પ્રત્યે દર્શકોનો પ્રેમ ઓછો નથી થયો. આ વાતનો પુરાવો એક વાઈરલ વીડિયો છે. રામાયણ ફેમ અરુણ ગોવિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં અરૂણ ગોવિલ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.

એરપોર્ટ પર અરુણ ગોવિલને જોઇને ત્યાં હાજર મહિલા ભાવુક થઈ ગઈ હતી. મહિલાને એવું લાગ્યું કે, ભગવાન રામ તેને જોવા માટે આવ્યા છે, તેથી તે અરુણ ગોવિલના પગે પડી હતી. અરુણ ગોવિલે પણ મહિલાનું સન્માન કર્યું અને તેને ઊભા કરીને ગળે લગાવી લીધા. આ દૃશ્ય ખરેખર અદ્ભુત હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, અરુણ ગોવિલ મહારાષ્ટ્રના સંભાજીનગર રામલીલા કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તે એરપોર્ટ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને પોતાના પ્રિયજનોને મળવાનો મોકો મળ્યો.

આ પણ વાંચોઃ Registration date extended: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી લંબાવવામાં આવી, વાંચો છેલ્લી તારીખ

અરુણ ગોવિલ પ્રત્યે મહિલાનો પ્રેમ દરેકના હૃદયને સ્પર્શી રહ્યો છે. થોડા જ કલાકોમાં આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણી જગ્યાએ શેર કરવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈએ અરુણ ગોવિલને ભગવાન માન્યા હોય.

આ અભિનેતાએ ઈન્ટરવ્યુમાં ઘણી વખત આનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે, રામાયણ કર્યા બાદ તેમને લોકો તરફથી આવો પ્રેમ મળતો રહે છે. રામાયણ બાદ લોકોને ભગવાન રામ તેમનામાં જોવા મળે છે. એટલું જ નહીં, એકવાર કોઈએ અરુણ ગોવિલને સિગારેટ પીતા જોયા. આ વ્યક્તિએ અરુણ ગોવિલને ઠપકો આપ્યો અને તે પછી તેણે સિગરેટ પીવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચોઃ Boiling makhana in milk: દૂધમાં મખાણા ઉકાળવા ને ખાવાથી વધે છે હાડકા ની મજબૂતાઈ- વાંચો અન્ય ફાયદા વિશે

Gujarati banner 01