Skip to content
  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ

તાજા ખબર

Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી

Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ

Yahamogi Mataji Temple: દેવમોગરા યાહામોગી માતાજી મંદિરના વિકાસ માટે વધુ ₹13.02 કરોડ મંજૂર

Geratpur Railway Overbridge: ગેરતપુર રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ

Women Empowerment: વિશ્વકર્મા પંચાલ સમાજનું ઐતિહાસિક મહિલા અધિવેશન

Surat Heavy Rain Alert: સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ

PM Modi Tour: PM મોદી 4 જુલાઈએ રાજસ્થાન-ગુજરાતના પ્રવાસે

Monsoon Disaster Management Review Meeting: ચોમાસા પૂર્વે આપત્તિ વ્યવસ્થાપન અંગે પોલીસની સમીક્ષા બેઠક

Orange Alert: અમદાવાદમાં 4 દિવસ ઓરેન્જ અને 3 દિવસ યલો એલર્ટ જાહેર

  • Facebook
  • Twitter
  • Instagram
  • Youtube
Desh ki Aawaz

Desh ki Aawaz

  • હોમ
  • ટોપ સ્ટોરી
  • Shopping
  • ગુજરાતી
  • हिन्दी
Sunday, September 20, 2026
  • દેશની ખબર
  • રાજ્યની ખબર
  • કામની ખબર
  • બિઝનેસ
  • ધર્મ
  • મનોરંજન
  • વિશ્વ
  • લાઇફ સ્ટાઇલ
  • લેખકની કલમે
  • હેલ્થ
Post office recurring deposit scheme
કામની ખબર

National Savings Monthly Income Account: મંથલી ઇન્કમ એકાઉન્ટમાં દર મહિને થશે કમાણી, અહીં જાણો આ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો

By Bijal Vyas October 4, 2022

National Savings Monthly Income Account: આ યોજના હેઠળ એકાઉન્ટ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખોલી શકાય છે, વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા સુધી તમારું સિંગલ એકાઉન્ટ ખોલી શકાય

નવી દિલ્હી, 04 ઓક્ટોબરઃNational Savings Monthly Income Account: સરકારે પોસ્ટ ઓફિસની કેટલીક નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે. એને લઈ હવે નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ પર 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ યોજનાની સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારા માટે દર મહિને આવકની વ્યવસ્થા કરી શકો છો. ચાલો… આ વિશે વધુ માહિતી જાણીએ…

આ યોજના હેઠળ એકાઉન્ટ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખોલી શકાય છે, વધુમાં વધુ 4.5 લાખ રૂપિયા સુધી તમારું સિંગલ એકાઉન્ટ ખોલી શકાય છે તેમજ જો તમારું જોઈન્ટ એકાઉન્ટ છે તો એમાં વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

વાર્ષિક વ્યાજને 12 મહિનામાં વહેંચવામાં આવે છે અને આ રકમ તેમને દર મહિને મળે છે. જો તમે માસિક પૈસા ઉપાડશો નહીં તો એ તમારા પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં રહેશે અને મૂળ કિંમત સાથે આ રકમ ઉમેરવાથી તમને વધુ વ્યાજ મળશે.

ધારો કે જો તમે આ સ્કીમ હેઠળ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો હવે તમને વાર્ષિક 6.7 ટકાના દરે 30,150 રૂપિયાનું વ્યાજ મળશે. એ જ સમયે જો તમે જોઈન્ટ એકાઉન્ટમાં 9 લાખનું રોકાણ કરો છો, તો તમને 60,300 રૂપિયા વર્ષનું વ્યાજ મળશે. જો તમે એને 12 મહિનામાં સમાન રીતે વહેંચો છો, તો તમને દર મહિને 5,025 રૂપિયાનું રિટર્ન મળશે.

આ પણ વાંચોઃ woman gets emotional seeing arun govil: એરપોર્ટ પર ‘રામાયણ’ના ફૅમ અરુણ ગોવિલને જોઈને મહિલાએ પગે પડીને આશીર્વાદ લીધા- જુઓ વીડિયો

એકાઉન્ટ કોણ ખોલાવી શકે?
આ એકાઉન્ટ સગીરના નામે ખોલી શકાય છે અને 3 પુખ્ત વયના લોકોના નામે પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે પણ માતાપિતાની દેખરેખ હેઠળ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

આ યોજનામાં એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?

  • આ માટે સૌથી પહેલા તમારે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવવું પડશે.
  • આ પછી પોસ્ટ ઓફિસમાંથી નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ માટે એક ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ સાથે એકાઉન્ટ ખોલવા માટે નક્કી કરેલી રકમ માટે રોકડ અથવા ચેક જમા કરો.
  • એ પછી તમારું એકાઉન્ટ ખોલવામાં આવશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કેટલા વર્ષમાં પૈસા ડબલ થશે?
આમાં રોકાણ કરવા પર તમને મહત્તમ 6.7% વ્યાજ મળી રહ્યું છે. એવામાં રૂલ ઓફ 72 અનુસાર, જો તમે આ યોજનામાં પૈસા રોકો છો, તો પૈસા ડબલ થવામાં લગભગ 10 વર્ષ 8 મહિનાનો સમય લાગશે.

આ પણ વાંચોઃ Registration date extended: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી લંબાવવામાં આવી, વાંચો છેલ્લી તારીખ

Gujarati banner 01

About post office schemebachat yojanaindiaNational Savings Monthly Income Accountpost office

Post navigation

woman gets emotional seeing arun govil: એરપોર્ટ પર ‘રામાયણ’ના ફૅમ અરુણ ગોવિલને જોઈને મહિલાએ પગે પડીને આશીર્વાદ લીધા- જુઓ વીડિયો
4G Enabled laptop: રિલાયન્સ જીયો લાવશે 15,000 રૂ.માં 4G ઇનેબલ્ડ લેપટોપ, થોડા મહિનામાં જ બજારમાં જોવા મળે તેવી આશા

તાજા ખબર

  • Clean India: રાજકોટ ડિવિઝનમાં ‘સ્વચ્છતા હી સેવા–2026’ અભિયાનનો પ્રારંભ
  • Zaverchand Meghani: ચોટીલામાં ‘લોકવાણીનો વારસો: મેઘાણી અને લોકસાહિત્ય’ વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો
  • Sindhi Community: કોડીનાર સિંધી સમાજ દ્વારા ચાલીયા સાહેબ મહોત્સવની ભવ્ય ઉજવણી
  • Mizoram Railway: મિઝોરમની રેલવે લાઇફલાઇને સફળતાનું એક વર્ષ પૂર્ણ કર્યું
  • Suman Vidyalaya: સુમન વિદ્યાલય અને સાર્થક સ્કૂલમાં બાળરંજન રંગારંગ સભા યોજાઈ
  • રાજ્ય સમાચાર
  • દેશની ખબર
  • મહત્વની વાત
  • રાજનીતિ
  • બિઝનેસ
  • કામની ખબર
  • દેશની રેલ
  • મનોરંજન
  • ધર્મ
  • Terms & Conditions
  • Privacy Policy
  • Disclaimer
Proudly powered by WordPress | Theme: FreeNews | By ThemeSpiral.com.