groundnut

Registration date extended: રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી લંબાવવામાં આવી, વાંચો છેલ્લી તારીખ

Registration date extended: સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ગાંધીનગર, 04 ઓક્ટોબરઃ Registration date extended: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં રાજ્યમાં ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી માટે નોંધણી તારીખ 1૦મી નવેમ્બર સુધી લંબાવવાનો રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.

કૃષિ મંત્રી ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના ખરીફ પાકો મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૨ થી કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચોઃ Boiling makhana in milk: દૂધમાં મખાણા ઉકાળવા ને ખાવાથી વધે છે હાડકા ની મજબૂતાઈ- વાંચો અન્ય ફાયદા વિશે

તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીનું સધન આયોજન કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૨-૨૩ માં મગફળીની ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા ગુજકોમાસોલની રાજ્ય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી છે. તેમણે ઉમેર્યું કે,ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી માટે ખેડૂત નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે તારીખ ૨૫ સપ્ટેમ્બર થી શરૂ થયેલ છે જે ૨૪ ઓક્ટોબર ૨૦૨૨ સુધી થનાર હતી. પરંતુ કેટલાક જિલ્લામાં વી સી ઈ ની હડતાલના કારણે નોંધણી થઈ શકેલ નથી.

આથી ખેડૂતોને નોધણીમાં મુશ્કેલીના ન પડે અને તમામ ખેડૂતોને નોંધણીની તક મળી રહે તે માટે હવે ખેડૂત નોંધણી ૧૦ મી નવેમ્બર સુધી કરાશે આથી સર્વે ખેડૂત મિત્રોએ ટેકાના ભાવે ખરીદી માટે સત્વરે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે જરૂરી દસ્તાવેજો સાથે સત્વરે નોંધણી કરાવવા અનુરોધ છે.

આ પણ વાંચોઃ Why gold jewelry can be worn on the feet: કેમ નથી પહેરાતા પગમાં સોનાના ઘરેણાં?, વાંચો આ છે કારણ

Gujarati banner 01