Yrkkh fam Navika hospitalised 1

Yrkkh fam Navika hospitalised: યે રિશ્તા..ફેમ અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ, તારક મહેતાની સોનુ ખબર કાઢવા પહોંચી હોસ્પિટલ

Yrkkh fam Navika hospitalised: નાવિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા 3 દિવસ મારા માટે શારીરિક રીતે થાકતા અને ખૂબ જ મુશ્કેલ રહ્યા છે

મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ Yrkkh fam Navika hospitalised: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને સૌથી લાંબી પ્રસારિત ભારતીય ટીવી સિરિયલ બની ગઈ છે. શોની સ્ટોરીથી લઈને સ્ટાર કાસ્ટ સુધી બધું જ બદલાઈ ગયું છે. નવા પાત્રો શોમાં એક નવા પ્રકારનું જીવન લાવી રહ્યા છે. નાવિકા કોટિયા આ શોમાં ડોક્ટર કુણાલની ​​બહેન માયાની ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં જ નાવિકાની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

અક્ષરા અને અભિમન્યુના અલગ થવાના ટ્રેક પછી માયાની એન્ટ્રી ખૂબ જ નાટકીય શૈલીમાં થઈ હતી. માયાનું પાત્ર ભજવતી નાવિકાએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને તેની બગડતી તબિયત વિશે જાણકારી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ દ્વારા ચાહકોને જણાવ્યું કે તે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.

1664196312 78280

આ પણ વાંચોઃ Development works in Banaskantha: PM મોદી તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું કરશે ભૂમિપૂજન, સાથે ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે

તસ્વીરોમાં, તમે નાવિકાને સિટી સ્કેન કરીને તેના મિત્રને મળતા જોઈ શકો છો. તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનાર પલક સિંધવાની તેને મળવા હોસ્પિટલ પહોંચી હતી. નાવિકાએ એક પોસ્ટ લખીને બધાના પ્રેમ બદલ આભાર માન્યો છે.

1664196312 42288

નાવિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે છેલ્લા 3 દિવસ મારા માટે શારીરિક રીતે થાકતા અને ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું ખૂબ આભારી છું કે હું આવા સારા અને સહાયક મિત્રોથી ઘેરાયેલ છું. તમે બધા જાણો છો કે હું કોના વિશે વાત કરી રહી છું તેથી મારે કોઈને ટેગ કરવાની જરૂર નથી. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે દરેક નાના-મોટા મને મદદ કરવા બદલ અને મારી સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

આ પણ વાંચોઃ Children killed in shooting at school: રશિયાની એક શાળામાં થયુ ફાયરિંગ,7 વિદ્યાર્થી સહિત 13 લોકોનાં કરુણ મોત

Gujarati banner 01