HOME LOAN HIKE1200X800 1

3 banks raise interest rates: આ બેંકોના ગ્રાહકોને ઝટકો, RBI બેઠક પહેલા 3 બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો

3 banks raise interest rates: કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05 ટકાનો વધારો કર્યો

બિઝનેસ ડેસ્ક, 07 જૂનઃ3 banks raise interest rates: RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠક સોમવારે ચાલુ થઇ છે જે આગામી બુધવાર સુધી ચાલશે. આ બેઠક પૂર્ણ થયા બાદ તેમાં લેવાયેલા નિર્ણયો અંગે જાહેરાત કરાશે. જો કે એ પહેલા જ 3 બેન્કોએ વ્યાજદરોમાં વધારો ઝીંક્યો છે.

કેનેરા બેન્ક, એચડીએફસી બેન્ક અને કરૂર વૈશ્ય બેન્કે પોતાના વ્યાજદરોમાં વધારો કર્યો છે. તેના કારણે હવે EMIમાં પણ વધારો થતા લોન વધુ મોંઘી થશે. કેનેરા બેંકના નવા દરો આજથી પ્રભાવી થશે.

કેનેરા બેન્કે માર્જિન કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. ત્યાં જ કરુર વૈશ્ય બેન્કે બેન્ચમાર્ક પ્રાઇઝ લેન્ડિંગ રેટ્સને 0.40 ટકા વધાર્યો છે. HDFCએ પણ પોતાના MCLRમાં 0.35 ટકાનો વધારો કર્યો છે.

આ પણ વાંચોઃ Seed ball planting campaign: અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસની ડુંગરીઓ હરીયાળી બને તેનાં ભાગ રૂપે બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ નું અભીયાન હાથ ધર્યુ

નોંધનીય છે કે મે મહિનામાં યોજાયેલી RBIની બેઠખમાં રેપો રેટમાં વધારા બાદથી લગભગ તમામ બેંકો વ્યાજદરોમાં વધારો કરી ચૂકી છે. આ વચ્ચે હવે આ મહિને ફરીથી એક વખત રેપો રેટ વધે તેવી સંભાવના છે. કેનેરા બેંકે એક વર્ષના દેવા માટે MCLRને 0.05 ટકા વધારીને 7.40 ટકા કર્યો છે.

કરૂર વૈશ્ય બેન્કે BPLRને 0.40 ટકા વધારીને 13.75 ટકા કર્યો છે. મોટા ભાગની બેંકો દ્વારા વ્યાજદરોમાં વધારો કરાતા ગ્રાહકો માટે હોમ લોન મોંઘી થતા ખરીદશક્તિ પર અસર થઇ શકે છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Preparation of the jalyatra before the Rathyatra: અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં જળયાત્રા થશે, રાજકિય નેતાઓ રહેશે ઉપસ્થિત

Gujarati banner 01