Heavy rain forecast in gujarat

Heavy rains in these areas of Gujarat: ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ, જાણો હવામાન વિભાગની આગાહી

Heavy rains in these areas of Gujarat: આકરા તાપ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીથી ભારે રાહત મળી, ખેડૂતોની ચિંતા વધી

ગાંધીનગર, 07 જૂનઃHeavy rains in these areas of Gujarat: રાજ્યમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે એવી આગાહી વચ્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અમરેલીના વંડા, ઘોબા અને પીપરડી સહિતના ગામોમાં પવન સાથે વરસાદ આવ્યો છે. આકરા તાપ બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા લોકોને ગરમીથી ભારે રાહત મળી છે. જો કે, બીજી બાજુ વરસાદના કારણે કેરીના પાક અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. રાજ્યમાં 8 જૂને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેશે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જૂનાગઢ કૃષિ પ્રાચીન વર્ષા વિજ્ઞાનનો 28મો સેમિનાર યોજાયો હતો. જેમાં જુદી જુદી પ્રાચીન પદ્ધતિઓ આધારે વરસાદની આગાહી કરતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને આવનારું ચોમાસું કેવું રહેશે તેની વિવિધ આગાહી કરવામાં આવી હતી. આ સેમિનારમાં કરવામાં આવેલી આગાહી ઉપર નજર કરીએ તો ચોમાસું 12 આની રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. એ ઉપરાંત કેટલાંક આગાહીકારો વાવાઝોડા અને તીડના આક્રમણની શક્યતા પણ વ્યક્ત કરી છે એકન્દરે ચોમાસાના સારા વર્તારાને ધ્યાને લેતા શિયાળુ પાક ખૂબ સારો રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ 3 banks raise interest rates: આ બેંકોના ગ્રાહકોને ઝટકો, RBI બેઠક પહેલા 3 બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો

ખેતી પ્રધાન દેશ હોવાના કારણે ભારતમાં વરસાદની આગાહી હંમેશા લોકોના મનમોહી લેવાનું કામ કરે છે હવામાન વિભાગ જયારે આગાહી કરે ત્યારે તેના ઉપર ભણેલા લોકોની નજર વધારે હોય છે પરંતુ ભારતમાં પ્રાચીન વર્ષા વિજ્ઞાન એક લોકભોગ્ય વિજ્ઞાન છે અને તેના ઉપર ખેડૂતોની નજર હોય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી વર્ષોથી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આધારે આગાહી કરતા આગાહીકારોનું સંમેલન યોજે છે અને તેમાં તમા આગાહી અંગે ચર્ચા કરવામાં આવે છે ત્યારબાદ ચોમાસુ પૂરું થાયે કોની આગાહી કેટલી સત્યની નજીક રહી તેનું તારણ પણ કાઢવામાં આવે છે.

પશુ-પક્ષીની બોલી ફળઝાડ અને ફૂલ ઉપરથી વરસાદની આઘી કરતા ભીમભાઇ ઓડેદરાએ કહ્યું હતું કે આ ચોમાસુ માધ્યમ રહેશે આગામી તા 8 થી વરસાદી માહોલ જોવા મળશે અને આ વરસાદ ખુબ સારા પ્રમાણમાં વર્ષે તેવી શક્યતા છે બીજી સિસ્ટમ તા 7 જુલાઈ પછી જહુબા સારો વરસાદ લાવશે જોકે આગતર ચોમાસુ સારું પણ પાછળના દિવસોમાં વરસાદ ઓછો પડશે તેવી શક્યતા છે.

પ્રાચીન માન્યતાઓ ખગોળીય સ્થિતિ વાદળો પવનની દિશા વગેરેને ધ્યાને લઈને ચોમાસાની આગાહી કરતા રામણીકભાઈ વામજાએ કહ્યું હતું કે આ વર્ષે ચોમાસાના પ્રારંભે ત્રણ તબક્કામાં વાવણી થશે પ્રથમ વાવણી અમરેલી જિલ્લામાં થશે અને આ વર્ષે જામનગર જિલ્લામાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વધારે પડશે પ્રાચીન વર્ષા વિજ્ઞાનના આગાહીકારોના મતે ચોમાસુ માધ્યમ અને વર્ષ 12 આની રહેશે જોકે ખેડૂતોમાં સારા શિયાળુ પાકની શક્યતા જોવા મળી રહી છે આ વર્ષથી કૃષિ યુનિવર્સીટીએ ક્યાં અગાહીકારની આગાહી ગત વર્ષમાં સત્યની નજીક રહી તે અંગેની જાણકારી આપવામાં આવી નથી પરંતુ પ્રાચીન વર્ષા વિજ્ઞાન લોકો માટે ઉત્સુકતા જગાડનાર અને આયોજનમાં મદદગાર હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Seed ball planting campaign: અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસની ડુંગરીઓ હરીયાળી બને તેનાં ભાગ રૂપે બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ નું અભીયાન હાથ ધર્યુ

Gujarati banner 01