Seed ball planting campaign

Seed ball planting campaign: અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસની ડુંગરીઓ હરીયાળી બને તેનાં ભાગ રૂપે બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ નું અભીયાન હાથ ધર્યુ

Seed ball planting campaign: બનાસકાંઠા જીલ્લાની બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રણ દિવસીય અનોખુ અભીયાન

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 07 જૂનઃSeed ball planting campaign: બનાસકાંઠા જીલ્લાનાં પર્વતો ને હરીયાળા બનાવવાનાં ભાગ રૂપે બનાસકાંઠા જીલ્લાની બનાસડેરી દ્વારા સીડ બોલ રોપણ કરવાનું ત્રી દિવસીય અનોખુ અભીયાન હાથ ધર્યુ છે. જે અભીયાન ની શરૂઆત આજે શક્તિપીઠ અંબાજી નાં ગબ્બરગઢ થી કરવામાં આવી છે.

જીલ્લો હરીયાળો બને તે પુર્વે અંબાજી ગબ્બર પર્વત ને તેની આસપાસ ની ડુંગરી ઓ હરીયાળી બને તેનાં ભાગ રૂપે બનાસડેરી દ્વારા છેલ્લા બે માસ થી સીડ બોલ બનાવવાનું અભીયાન હાથ ધર્યુ હતુ. જેને લઇ આજે ગબ્બરગઢ ખાતે બનાસડેરી નાં ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા સીડ બોલ નું પુજન કરાયુ હતુ ને સાથે ગબ્બર પર્વતરાજ ની પણ પુજા કરી અભીષેક કરવામાં આવ્યુ હતુ.

બનાસકાંઠા જીલ્લા માં ત્રણ દિવસ દરમીયાન 25 લાખ સીડબોલ વિવિધ દુધ સહકારી મંડળી નાં લોકો ને ફોરેસ્ટ વિભાગ નાં કર્મચારીઓ દ્વારા સીડબોલ રોપણ ની કામગીરી હાથ ધરવામાં આવશે.

આજે અંબાજી નાં ગબ્બર વિસ્તાર માં 8 જેટલી ટીમો બનાવી પર્વતીય જંગલ વિસ્તાર માં સીડબોલ રોપણ ની કામગીરી કરવામાં આવી હતી. એટલુંજ નહીં બનાસ ડેરી નાં ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે દરેક ઇન્ડસ્ટ્રીજ પર્વતો ને દત્તક લે તો ચોક્કસ પણે હરીયાળી ક્રાંતી આવી શકે છે ને તેનાં માટે સીડ બોલ પોતે બનાવી આપવાની પણ ખાતરી શંકરભાઇ ચૌધરી(ચેરમેન,બનાસડેરી)એ આપી હતી.

આ પણ વાંચોઃ Preparation of the jalyatra before the Rathyatra: અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં જળયાત્રા થશે, રાજકિય નેતાઓ રહેશે ઉપસ્થિત

એટલુંજ નહીં સમગ્ર વર્ષ દરમીયાન બનાસડેરી દ્વારા એક કરોડ જેટલાં સીડ બોલ બનાવી જંગલ વિભાગ ને આપવાની વાત કરી છે. જે બનાસકાંઠા જીલ્લા ઉપરાંત ઉત્તર ગુજરાત નાં જંગલો હરીયાળા બને તેવાં પ્રયાસો કરાશે. ઉડાંણ વાળા વિસ્તારો માં જ્યાં પહોંચવું અઘરુ હોય તેવી જગ્યા એ ડ્રોન વિમાન થી સીડ બોલ નું રોપણ પણ કરવામાં આવશે.

આજે અંબાજી નાં જંગલો માં પણ ડ્રોન દ્વારા સીડબોલ જંગલ વિસ્તાર માં નાખવામાં આવ્યા હતા. શંકરભાઇ ચૌધરી એ જણાવ્યુ હતુ કે શક્તિપીઠ અંબાજી મંદિર નું ડેવલોપમેન્ટ વધુ થાય તેવી વડાપ્રધાન નરેન્દ્રમોદી ની આસ્થા રહી છે ને તેને પરીપુર્ણ કરવાં બનાસ ડેરી તત્પર બની છે.

હાલ તબક્કે છાણનાં દડા બનાવી તેમાં વિવિધ વૃક્ષો નાં બીજ નાખવામાં આવ્યા છે. ને આ સીડ બોલ જંગલ વિસ્તાર માં જ્યારે વરસાદ ની શરૂઆત થશે ત્યારે છાણ નાં આ બોલ ખાતર બની બીયારણ ને જલદી ઉઘાડવાનો કાર્ય કરશે. હાલ તબક્કે આ ત્રિદિવસીય અભીયાન ની શરૂઆત અંબાજી થી કરવામાં આવી છે. પણ કામગીરી આખો વર્ષ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Students choose government school: રાજ્યમાં 5 વર્ષમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

Gujarati banner 01