Amul

Amul Milk Price hike: મોંઘવારીનો માર યથાવત, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

Amul Milk Price hike: નવી કિંમતો આજથી લાગુ થઈ

નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃAmul Milk Price hike: સામાન્ય જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. હવે દૂધમાં ભાવ વધારો (Milk Price hike) થયો છે. અમૂલે દિલ્હીમાં દૂધની (Amul Milk)કિંમતમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કર્યો છે. 

દેશભરની જાણીતી ડેરી અમૂલે દિલ્હીમાં દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે તહેવારો પર સામાન્ય માણસનું બજેટ બગડી શકે છે. શનિવારે કંપનીએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. અમૂલે બજારમાં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે.

ફુલ ક્રીમ દૂધ હવે રૂ. 63/લીટર મળશે. નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. અગાઉ 17 ઓગસ્ટથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: Hundreds of dead bodies were found in pak: હોસ્પિટલની છત પરથી સેંકડો શબ મળ્યા, બોડી પાર્ટ્સ પણ ગાયબ છે- વાંચો શું છે મામલો?

આ પણ વાંચોઃ Gyanvapi row Varanasi court: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો- કોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર આપ્યો આ મોટો ચુકાદો

Gujarati banner 01