Hundreds of dead bodies were found in pak

Hundreds of dead bodies were found in pak: હોસ્પિટલની છત પરથી સેંકડો શબ મળ્યા, બોડી પાર્ટ્સ પણ ગાયબ છે- વાંચો શું છે મામલો?

Hundreds of dead bodies were found in pak: મુખ્યમંત્રીના સલાહકાર ચૌધરી જમાં ગુર્જરે હોસ્પિટલની મુલાકાત લીધી

નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ Hundreds of dead bodies were found in pak: મેડિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બતાવ્યું શબો પર ચિકિત્સા પ્રયોગ થઇ રહ્યો હતો. હવે તેમનાં હાડકાં નિકાળવા માટે છત પર રાખવામાં આવ્યાં છે.

પાકિસ્તાનના મુલ્તાન શહેરના પંજાબની નિશ્તાર હોસ્પિટલથી હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોસ્પિટલની પર સેંકડો લાવારિસ શબ પડેલાં મળ્યાં છે. આ શબોનાં શરીરમાંથી અંગો પણ ગાયબ છે. કેટલાંક શબોની ચેસ્ટ ખુલ્લી હતી, તેમાંથી હાર્ટ કાઢી નાખવાની આશંકા છે. રિપોર્ટ્સ અનુસાર આશરે 500 લાવારિસ શબ મળ્યાં છે.

આ પણ વાંચોઃ Gyanvapi row Varanasi court: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો- કોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર આપ્યો આ મોટો ચુકાદો

મુખ્યમંત્રીના સલાહકાર ચૌધરી જમાં ગુર્જરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે બધાં શબોનાં અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો, સાથે જ સ્વાસ્થ્ય અધિકારીઓને તપાસ કરીને આરોપીઓ પર સખ્ત કારવાઇ કરવાનો પણ આદેશ આપ્યો. ત્યાર બાદ દક્ષઇણ પંજાબના સ્વાસ્થ્ય વિભાગે આ મામલાની તપાસ કરવા માટે 6 સદસ્યોની ટીમ બનાવી. તેઓએ ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

નિશ્તાર મેડિકલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ડોન અખવારને જણાવ્યું કે વિદ્યાર્થીઓ આ શબોનો ઉપયોગ ચિકિત્સા પ્રયોગ માટે કરી રહ્યા છે. તેમણે કહ્યું કે શબોનો પ્રયોગ પહેલાં જ કરી નાખવામાં આવ્યો હતો. હવે તેમને ચિકિત્સા ઉપયોગ માટે હાડકાં અને ખોપરીને નિકાળવા માટે છત પર રાખવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ Innovative National Education Policy: નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

Gujarati banner 01