Jio recharge plans with OTT benefit: Jio એ આપ્યો ગ્રાહકોને ઝટકો, 5G શરૂ થતાં જ બંધ કર્યા આ 12 રિચાર્જ પ્લાન- ગ્રાહકોને મોટું નુકસાન

Jio recharge plans with OTT benefit: પહેલો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, જ્યારે બીજો પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે

નવી દિલ્હી, 15 ઓગષ્ટઃ Jio recharge plans with OTT benefit: 5G સેવાઓના આગમન સાથે Jio એ એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર વેબસાઇટ પરથી એક નહીં પરંતુ 12 પ્લાન હટાવી દીધા છે. આ તમામ પ્લાન Disney+ Hotstar સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. Jioએ રૂ. 151 થી રૂ. 3,119 સુધીના પ્લાન દૂર કર્યા છે. જેમાં નિયમિત રિચાર્જ પ્લાનથી લઈને ડેટા એડ-ઓનનો સમાવેશ થાય છે.

Jioના ઘણા રિચાર્જ પ્લાન સાથે, ગ્રાહકોને એક વર્ષ માટે Disney+ Hotstar મોબાઇલનું સબ્સ્ક્રિપ્શન મળે છે. કેટલાક પ્લાનમાં, આ સબસ્ક્રિપ્શન 3 મહિના માટે ઉપલબ્ધ છે.  કંપનીએ એક ડઝન પ્લાન બંધ કર્યા હોવા છતાં, ડિઝની પ્લસ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન હજુ પણ બે પ્લાન સાથે ઉપલબ્ધ છે. બંને પ્લાન ખૂબ મોંઘા છે. જોકે આ બંનેમાં, વપરાશકર્તાઓને Disney+ Hotstar નું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન મળે છે .આ ઑફર 1499 રૂપિયાના પ્લાન અને 4199 રૂપિયાના રિચાર્જ પ્લાન સાથે ઉપલબ્ધ છે. પહેલો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે, જ્યારે બીજો પ્લાન એક વર્ષની વેલિડિટી સાથે આવે છે .

આ પણ વાંચોઃ Amul Milk Price hike: મોંઘવારીનો માર યથાવત, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો

કંપનીએ આ પ્લાન્સ બંધ કર્યા છે

  • 151 રૂપિયાનો ડેટા એડ ઓન પ્લાન
  • રૂ. 555 ડેટા એડ ઓન
  • રૂ. 659 ડેટા એડ ઓન
  • Disney+ Hotstar રિચાર્જ પ્લાન રૂ. 333 
  • રૂ. 499 રૂપિયાનો રિચાર્જ પ્લાન
  • રૂ. 583 રૂપિયાનો રિચાર્જ પ્લાન
  • રૂ. 601 રૂપિયાનો રિચાર્જ પ્લાન
  • રૂ. 783 રિચાર્જ પ્લાન 
  • રૂ.799 રૂપિયાનો પ્લાન
  • રૂ.1066 રૂપિયાનો પ્લાન
  • રૂ. 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન
  • રૂ. 3119 રૂપિયાનો રિચાર્જ પ્લાન

ઉલ્લેખનીય છે કે ભારતમાં 5G સેવા શરૂ કરવામાં આવી છે. Jio અને Airtel પણ કેટલાક શહેરોમાં સેવાઓ શરૂ કરી છે. તેથી હવે સામાન્ય લોકો 5G નેટવર્ક મેળવવાની રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબરના રોજ 5G સેવા શરૂ કરી હતી. એરટેલે તેની 5જી સેવા 8 શહેરોમાં શરૂ કરી છે. ઘણા મોબાઈલ ફોનમાં 5G નેટવર્ક પણ દેખાવા લાગ્યું છે.

આ પણ વાંચો: Hundreds of dead bodies were found in pak: હોસ્પિટલની છત પરથી સેંકડો શબ મળ્યા, બોડી પાર્ટ્સ પણ ગાયબ છે- વાંચો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.