gyanvapi masjid

Gyanvapi row Varanasi court: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો- કોર્ટે શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ કરતી અરજી પર આપ્યો આ મોટો ચુકાદો

Gyanvapi row Varanasi court: કોર્ટે વઝુખાનામાં કથિત રીતે મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગની માગ કરતી અરજી ફગાવી દીધી

નવી દિલ્હી, 14 ઓક્ટોબરઃ Gyanvapi row Varanasi court: ઉત્તર પ્રદેશની વારાણસી કોર્ટે આજે જ્ઞાનવાપી મસ્જિદ કેસ સાથે જોડાયેલો મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે વઝુખાનામાં કથિત રીતે મળી આવેલા શિવલિંગની કાર્બન ડેટિંગની માગ કરતી અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે કથિત શિવલિંગનો કાર્બન ડેટિંગ નહીં થાય.

મહત્વનું છે કે વારાણસી જિલ્લા કોર્ટે ગયા અઠવાડિયે આ કેસની સુનાવણી કર્યા બાદ જ્ઞાનવાપી સંકુલમાં મળી આવેલા કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ તપાસ અને સમગ્ર પરિસરના એએસઆઈ સર્વેની માંગ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

વાસ્તવમાં હિન્દુ પક્ષ જેને શિવલિંગ કહે છે, મુસ્લિમ પક્ષ તેને ફુવારો કહી રહ્યો છે. હિન્દુ પક્ષ તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે કથિત શિવલિંગની તપાસ માટે કાર્બન ડેટિંગ થવી જોઈએ, જેથી તે કેટલો જૂનો છે તેની જાણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે ચાર મહિલાઓ દ્વારા આ માંગણી કરવામાં આવી હતી, જે બાદ વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે આજે આ કેસમાં ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચોઃ Innovative National Education Policy: નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્રના યુવાઓને વૈશ્વિક સ્તરે વ્યાપક રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવશે: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ

આ પણ વાંચોઃ Gopal Italia visited Khodaldham: ‘આપ’ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ખોડલધામના દર્શન કર્યા, કહ્યું- હું પાટીદાર છું એટલે ભાજપ મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે

Gujarati banner 01