Canada Ban on Russian oil imports

Canada Ban on Russian oil imports: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડ્રોએ રશિયન તેલની આયાત પર લગાવ્યો પ્રતિબંધ- વાંચો વિગત

Canada Ban on Russian oil imports: કેનેડા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એ નીતિનો એક ભાગ છે જેના હેઠળ યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે

બિઝનેસ ડેસ્ક, 01 માર્ચઃ Canada Ban on Russian oil imports: કેનેડાએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. એક સમાચાર એજન્સીએ તેની જાણકારી આપી છે તેના અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડ્રોએ રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેનેડા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એ નીતિનો એક ભાગ છે જેના હેઠળ યુક્રેન પર હુમલો કરવા બદલ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તમામ પશ્ચિમી અને યુરોપિયન દેશો આ કરી રહ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી પણ સતત અન્ય દેશોને રશિયા પર પ્રતિબંધો લાદવાની અપીલ કરી રહ્યા છે. AFP અનુસાર, “ઝેલેન્સકીએ રશિયાના તમામ વૈશ્વિક એરપોર્ટ અને બંદરો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.” આ સિવાય તેમણે રશિયન મિસાઇલો, એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર માટે નો-ફ્લાય ઝોનની પણ અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ LPG Cylinder Price Hike: ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ખાર્કિવ બોમ્બ વિસ્ફોટ પછી રશિયન મિસાઈલો, વિમાનો અને હેલિકોપ્ટર માટે નો-ફ્લાય ઝોન પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. એક ન્યૂઝ એજન્સી અનુસાર ઝેલેન્સકીના જણાવ્યા પ્રમાણે રશિયાએ પાંચ દિવસમાં 56 રોકેટ હુમલા કર્યા છે અને 113 ક્રૂઝ મિસાઈલ છોડી છે.

યુક્રેને રશિયન આક્રમણને બીજા વિશ્વયુધ્ધ પછીનું સૌથી મોટુ આક્રમણ ગણાવ્યું છે. યૂએનએસીમાં યૂક્રેને કહ્યું કે, ‘આ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ભયાનક અને મોટા પાયાનું આક્રમણ છે. રશિયા કિન્ડરગાર્ટન્સ, અનાથાલયો, હોસ્પિટલો, મોબાઈલ મેડિકલ સહાયતા બ્રિગેડ અને એમ્બ્યુલન્સ પર હુમલો કરી રહ્યું છે. નાગરિકોને મારવા માટે તે સ્ટેટ ડિટરમાઈન્ડ એક્શન છે.’

બેલારુસના ગોમેલ ક્ષેત્રમાં રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિમંડળ વચ્ચે પ્રથમ વાટાઘાટો પૂર્ણ થઈ ગઈ છે. હવે થોડા દિવસોમાં બેલારુસિયન-પોલિશ સરહદ પર બીજા તબક્કાની બેઠક યોજાશે. રશિયા અને યુક્રેન બંને તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

Gujarati banner 01