New lpg connection of indane

LPG Cylinder Price Hike: ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

LPG Cylinder Price Hike: દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા પહોંચી ગયો

નવી દિલ્હી, 01 માર્ચઃ LPG Cylinder Price Hike: સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે એટલે કે 1 માર્ચ 2022થી રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત મોટો ભાવવધારો ઝીંક્યો છે. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવ 105 રૂપિયા વધીને 2,012 રૂપિયા પહોંચી ગયો છે.

ઓઈલ કંપનીઓએ જણાવ્યુ કે દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 105 રૂપિયા વધારી દેવાઈ છે. નવી કિંમત આજ થી જ લાગુ થઈ ગઈ છે. આ વધારા બાદ હોટલ – રેસ્ટોરાં પર ભાર આવશે અને ગ્રાહકો પર પણ આની માર પડી શકે છે. કંપનીઓએ 1 ફેબ્રુઆરીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનુ મૂલ્ય 91.50 રૂપિયા ઘટાડી દીધા હતા.

સરકારી તેલ કંપનીઓએ 5 કિલોગ્રામ વાળા નાના રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ મોટો વધારો કરી દીધો છે. દિલ્હીમાં હવે 5 કિગ્રા વાળુ એલપીજી સિલિન્ડર 27 રૂપિયા મોંઘુ થઈ ગયુ છે. ગ્રાહકોને હવે આ 569 રૂપિયામાં મળશે. જોકે, કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.

આ પણ વાંચોઃ Bhavnath mahadev fair photos: ભવનાથના મેળામાં 6 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં, જુઓ તસ્વીરો

Gujarati banner 01