Zomato

Cyber media survey: વાંચો, ટોપ-10 વિશ્વાસપાત્ર બ્રાન્ડનો ખિતાબ કોને મળ્યો? પહેલા નબંર પર આવી આ ફૂડ ડિલિવર એપ

બિઝનેસ ડેસ્ક, 06 મેઃ મહામારીના સમયે ભારતમાં સૌથી વધારે વિશ્વાસપાત્ર બ્રાન્ડ અંગે સાયબર મીડિયા રિસર્ચ દ્વારા સર્વે(Cyber media survey) કરવામાં આવ્યો હતો. એ સર્વેમાં ઝોમેટો સૌથી વિશ્વાસપાત્ર બ્રાન્ડ સાબિત થઈ છે. કોરોના દરમિયાન દેશના વિવિધ શહેરોમાં ક્યાંક આંશિક તો ક્યાંક પૂર્ણ લોકડાઉન લાગુ પડ્યુ છે. એ વખતે ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ મંગાવવાનું પ્રમાણ અનેકગણુ વધી ગયું છે. ઝોમેટો પર લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે.

નોંધનીય છે કે, ફૂડ ડિલિવરીમાં ઝોમેટો અને સ્વીગી એ બે મોટા વિકલ્પો છે. ટોપ-10માં(Cyber media survey) બન્નેનો સમાવેશ થયો છે. એ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન કરિયાણું-ગ્રોસરી, ઓવર ધ ટોપ (OTT)પ્લેટફોર્મ્સ..વગેરેનો સમાવેશ ટોપ-10માં થયો છે.

Whatsapp Join Banner Guj

Cyber media survey : ટોપ-10 વિશ્વાસપાત્ર બ્રાન્ડ

  1. ઝોમેટો
  2. પ્રાઈમ વિડીયો
  3. એમેઝોન
  4. પેટીએમ
  5. સ્વીગી
  6. ગૂગલ પે
  7. ડિઝની હોટસ્ટાર
  8. ફોન પે
  9. ફ્લિપકાર્ટ
  10. બિગ બાસ્કેટ
ADVT Dental Titanium

ભારતના મોટા શહેરોમાં સર્વે કરીને રોગચાળા દરમિયાન સૌથી ઉપયોગી સાબિત થયેલી દસ બ્રાન્ડના નામ જાહેર કરાયા હતા. મોટાભાગની બ્રાન્ડ એવી છે, જેણે લોકડાઉન દરમિયાન ઓનલાઈન સર્વિસ(Cyber media survey) કે પ્રોડક્ટ પુરી પાડી હોય. કોરોના દરમિયાન ઓનલાઈન મળતી વિવિધ સેવા પર લોકોનું ભારણ વધ્યું છે. શાકભાજીથી માંડીને હોમ એપ્લાયન્સિસ સહિતની ચીજો ઓનલાઈન મળે છે. પરંતુ કોરોના દરમિયાન જરૃરી ચીજો ઓનલાઈન મંગાવવાનું પ્રમાણ અનેકગણુ વધ્યું અને અત્યારે પણ વધી રહ્યું છે.

આ પણ વાંચો….

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન